SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા 99999શ્વન 66 6&t<e થતાં હોય તે પણ વસ્તુ, રક્ષણ કરવા માટે અનેક ઉપાયો કરવા છતાં રહેતી નથી અને પુણ્યની પ્રબળતા થતાં, ન હોય તે પણ વસ્તુ અનિચ્છાએ આવી મળે છે. તેને ફેંકી દો, અન્યને આપી દો. તો પણ તે જુદી રીતે પાછી તમારી પાસે આવ્યા વિના રહેતી જ નથી. રક્ષણ કરો કે ન કરો, પરિણામ તો જે આવવાનું છે તે આવ્યા વિના રહેતું જ નથી. છતાં તે પરિગ્રહાદિનું રક્ષણ કરવા માટે આરંભ કરો, અનેક ગુપ્ત મુકામોમાં રક્ષણ કરો, મોટા મોટા કિલ્લા બાંધી તેમાં પૂરી રાખો, તેના રક્ષણ નિમિત્તે અનેક પ્રકારની સામગ્રીમાં વધારો કરો, વીર યોદ્ધાઓને રાખી તેનું રક્ષણ કરાવો, છેવટે તેના બચાવ માટે હજારો જીવોના પ્રાણ જાય તેવા સંગ્રામો-લડાઈઓ કરો, પણ આનું પરિણામ તમારા પોતાના સંબંધમાં અહિતકારી આવશે. રૌદ્ર પરિણામનો વધારો થશે. વાયુના ઝપાટામાં દીપક સ્થિર રહી શકતો જ નથી. લક્ષ્મી આદિ વૈભવ પુણ્યને જ આધીન છે. જરૂર હોય તો તેનો જ વધારો કરો, ડાળને પાણી ન સીંચો. મૂળને પાણી પાઓ. 38888888888888888a88888888888088888888888888888888880888888888888 ધનાદિના રક્ષણ નિમિત્તે જીવો કેવા વિચારો કરે છે. शस्त्रैररीणां हि शिरांसि भित्त्वा दग्ध्वा पुरग्रामगृहारिदेशान् । प्राप्म्येहमैश्वर्यमनन्यसाध्यं स्वगृह्णतां वाथ तथा करिष्ये ॥ ९३ ॥ શસ્ત્રો વડે શત્રુઓના મસ્તકો કાપીને, શત્રુઓના શહેર, ગામ, ઘર અને દેશોને બાળી નાખીને કોઈ સાધ્ય (સ્વાધીન) ન કરી શકે તેવું ઐશ્વર્ય હું અહીં પ્રાપ્ત કરીશ. અથવા મારું પોતાનું ધન કોઈ લઈ લેશે તો પણ તેમ જ કરીશ. (તેનાં મસ્તકો કાપી, તેનાં ગૃહાદિ બાળી નાખી મારું ધન પાછું મેળવીશ.) Jain Education International 23 TUTURUFUTURUTZUAKALAKALAKAERHAKAUZURLAUREI CU For Private & Personal Use Only 88888888888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy