SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપક 328888888888888888888888888888888888888888 28989898988888888888888888888888888888888888888888888888888888888888888888888) છે મેળવ્યા સિવાય રહીશ જ નહીં. આ સંકલ્પો કરીને જ બેસી રહેતો નથી. સંકલ્પો કરવા તે પણ રૌદ્રધ્યાન છે, તથાપિ સંકલ્પોથી આગળ વધીને તે વસ્તુ મેળવવા પણ પ્રયત્ન કરે છે. કોઈનું ધન દેખી, કોઈ દુર્લભ અનાજ દેખી, કોઈ સુંદર હું બે પગવાળા પંખીઓ દેખી અથવા ચાર પગવાળા જનાવરો છે. દેખી અથવા સુંદર સ્ત્રી પ્રમુખને દેખીને તે મેળવવા પ્રયત્ન કરે છે. તેમના માલિકો તેમનું રક્ષણ કરવા નિમિત્તે આડે આવે તો તેમનો ઘાત કરવા પણ તે ચૂકતો નથી. કોઈ વખતે લૂંટારો થઈ રસ્તો રોકી, વટેમાર્ગુઓને લૂંટે છે. પોતાના જેવા સ્વભાવના મનુષ્યોની ટોળી એકઠી કરી ગામ ભાંગે છે. (લૂંટે છે) અથવા વધારે બળ મેળવી છે દેશો ઉજ્જડ કરે છે-લૂંટે છે-સ્વાધીન કરે છે. સ્વબળથી અન્યના દેશો સ્વાધીન કરવા, લડાઈઓ કરી હજારો જીવોના જાનો લઈ, પોતાના રાજ્યનો વિસ્તાર વધારવો ઈત્યાદિ પણ મોટા લૂંટારાઓ કે ચોરો જ કહેવાય છે. થોડી ચોરી કરે કે વાટ લૂંટે તે ચોર કહેવાય, એકાદ ગામ લૂંટે તે ધાડપાડુ અગર લૂંટારા કહેવાય, અને અન્યના દેશો કે ગામો પડાવી લે તે મોટા ચોરો કે મોટા લૂંટારાઓ ગણાય. વાત એકની એક જ છે. આ સર્વમાં રૌદ્ર પરિણામ હોય છે. ભયંકર રીતે - નિર્દય રીતે હજારો જીવોનો સંહાર કરવો પડે છે. અન્યની વસ્તુ પોતાની કરતાં વિવિધ પ્રકારના છળપ્રપંચો કરવા પડે છે. તે વસ્તુઓનો ઉપભોગ કરવો તે ઠીક લાગે છે. પણ થોડા જ વખતમાં તે પ્રિય વસ્તુઓને અનિચ્છાએ પણ અહીં મૂકીને અન્ય જન્મમાં પ્રયાણ કરવું પડે છે. મા રૌદ્ર BBKBBBBBBBBBBBBBBBBBBBBBBBURUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURBERRGBUBBA MI PERHUBERCREDBURBRORUBERBSBURZEBUBBBBBBB 163 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy