SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા 8688ઢિ88888888888888888888888888888888888 BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB. જીવનનિર્વાહ માટે સદાને માટે પાપનો પ્રવાહ ચાલુ કરી જાય છે. ઓ માનવો ! દેહ મળ્યો છે તો તેનો નિર્વાહ પણ મળી રહેશે. પણ તેવા નજીવા કારણે તમે અન્યને પાપનો ઉપદેશ આપી, તેની ઈચ્છાનુસાર હાજી હા કરી અથવા શાસ્ત્રના અર્થને ઉલટાવીને જીવહિંસાને પોષણ ન આપો. તમારી વાણીથી આંબા વાવો; સદા ફળ નહિ મળે તો છાયા તો મળશે જ. પણ કાંટાવાળા થોર કે બાવળ ન વાવો; છાયા છે પણ ન મળતાં ઊલટા તમને અને બીજાને કાંટા વાગશે. ઉદરના નિર્વાહ માટે મનુષ્ય કેવી કેવી અસત્ય કલ્પનાઓથી પોતાના મનને મેલું કરે છે, સ્વાર્થ સિદ્ધ કરવા માટે મનુષ્યોને કેવે ખોટે રસ્તે દોરે છે, તે આ એક નાનાસરખા દષ્ટાંતથી સમજાશે. એક રાજા પાસે બ્રાહ્મણ કથા વાંચતો હતો. રાજાએ તેના બદલામાં અમુક વર્ષાસન બાંધી આપ્યું હતું. બ્રાહ્મણ પણ વર્ષાસન વધવાની લાલચથી રાજાને અનુકૂળ ઉપદેશ આપતો રહેતો. એક વખતે કોઈ જરૂરી કામપ્રસંગે તેને બહારગામ જવું પડ્યું. વખતે રાજા બીજા કામમાં ગૂંથાઈ જઈ કથા સાંભળવી બંધ કરી દે, અથવા કોઈ બીજા બ્રાહ્મણ પાસે વંચાવે આ શંકાથી તેણે ભણેલા પણ પ્રપંચ નહિ કરનારા પોતાના છોકરાને તેટલા દિવસ પોતાની ગેરહાજરીમાં કથા વાંચવા જવા સૂચવ્યું હતું. નિયમ પ્રમાણે છોકરો કથા વાંચવા વિશે રાજા પાસે ગયો. વાંચવામાં તે જ દિવસે એક એવો શ્લોક આવ્યો કે : तिलतुषमात्रमपि यो मांसं भक्षते नरः । स याति नरकं घोरं यावच्चंद्रदिवाकरौ ॥१॥ BBBBBBBBBBBBBBBBBURBBBBBBBBBBBURUERREROBERURUBURUBBBBBBRSBURGERBRORUROBERBUAT SZERBROBOBOBOBOBOBEBERBRUZGRUBRUBEBUBOPB 100 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy