SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ BIRBRUBBE83833 RBBBBBBBBBBBBBBB1R8385388 4llot Eiros, SBOBGREBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB3833 માયા, કપટ, પ્રપંચ એ પણ શરૂઆતમાં નજીવા દેખાય છે છે. સામાન્ય બાબતથી તેમની શરૂઆત થાય છે. તેની ટેવ વધતાં છેવટે તે સ્વભાવનું રૂપ ધારણ કરે છે. મોટા મોટા પ્રપંચો રચે છે, કાવતરાં ગોઠવે છે, અનેક જીવોને તે જાળમાં ફસાવે છે. તેમાં જો પોતાનો પ્રપંચ ખુલ્લો કરનાર મળી આવે તો રૌદ્રધ્યાન ઊછળી આવે છે. તેનો જાન લેશે, તેમ કરતાં જો પોતાને સપડાઈ જવાનો પ્રસંગ આવ્યો તો પોતે આપઘાત કરી મરે છે. આમ માયા, પ્રપંચ, કપટજાળ પણ રૌદ્રધ્યાનની ઉત્પત્તિનું સ્થાન જ છે. - લોભની શરૂઆત પણ પોતાની ચાલુ સ્થિતિથી કાંઈક અધિકતા પ્રાપ્ત કરવી આટલાથી શરૂ થઈને છેવટે ભયંકર રૂપ ધારણ કરે છે, આખી દુનિયાની રિદ્ધિ કે હકૂમત મેળવી લેવા સુધી વૃદ્ધિ પામે છે. લોભથી પિતાપુત્રો લડે છે, ભાઈઓ આપસમાં લડે છે, કુટુંબોમાં ક્લેશ થાય છે, સંબંધીઓના સગપણો મૂકાય છે અને એકબીજાના લોહી રેડાય ત્યાં સુધી પણ આ લોભ શાંતિ પામતો નથી. લોભી જીવો ધનને માટે અન્યના પ્રાણ લેતાં પણ પાછું વાળી જોતા નથી. તેમ પોતાનું ધન લૂંટાઈ જતાં-ચોરાઈ જતાં કે નાશ પામતાં ઘણા માણસો ગાંડા થઈ ગયેલા કે આપઘાત કરી મરણ પામેલા અત્યારે નજરે પણ દેખાય છે. હકૂમતના લોભને માટે અનેક લડાઈઓ થયેલી તમે સાંભળી હશે અને અત્યારે પણ અનેક રાજ્યો લડતાં તમે સાંભળો છો, દેખો છો. અહા ! કેવું રૌદ્રધ્યાન ! કેવી ભયંકર ખૂનરેજી ! પોતાની લોભાંધતાને લીધે લાખો માણસોની કતલ થતી અત્યારની કહેવાતી, સુધરેલી દુનિયામાં પણ નજરે દેખાય છે. મારો ! 38RBBBBBBBBBBBBBURUBBBBBBBBBBBBBBURUORBBBBBGBGBUBBOGBBBBBBBBBBBBBBBBBBBGB363 192 KBBERBOERERURUBURBURRREREPORRORRORRERE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy