SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 8િ8888888888888888888888888888888888888888, પંકા *88888888888888888888888888888888888888888888888888888888888888888888888 આર્તધ્યાનનું ફળ एयं चउव्विहं रागदोसमोहं कियस्स जीवस्स । अट्टइ-झाणं संसारवद्धणं तिरियगइमूलं ॥२॥ રાગ, દ્વેષ અને મોહના ચિહ્નવાળું (રાગદ્વેષ અને મોહથી ઓળખાતું) આ ચાર પ્રકારનું આર્તધ્યાન જીવને સંસાર વધારનારું છે અને તિર્યંચ (જનાવર)ની ગતિનું મૂળ છે (આર્તધ્યાન કરનારા જીવો વિશેષ પ્રકારે જનાવરની ગતિમાં છે જાય છે.) મધ્યસ્થ મુનિઓને આર્તધ્યાન હોતું નથી मज्जथ्थस्स य मुणिणो सकम्मपरिणामं जणिय मेयंति । वथ्थु णस्सभावचिंतण परस्स सम्मं सहं तस्स ॥३॥ પોતાના કર્મ પરિણામથી આ (રોગાદિ અનિષ્ટ સંયોગો) ઉત્પન્ન થયેલા છે (ઈત્યાદિ) વસ્તુ સ્વભાવના ચિંતન કરવામાં તત્પર થયેલા અને સમ્યક્ રીતે (રાગદ્વેષ વિના) રોગાદિ સહન કરતા એવા મધ્યસ્થ મુનિને આર્તધ્યાન હોતું નથી. ભાવાર્થ : અહીંયા શંકા થાય છે કે મુનિઓ કે જેમણે સંસાર-ત્યાગ કર્યો છે અને મુખ્ય રીતે આત્મસાધના કરવામાં ચિત્તને લગાડ્યું છે તેવા મુનિઓને પણ ઘણીવાર પૂર્વકર્મ સંયોગથી નાના પ્રકારના રોગાદિનો ઉપદ્રવ થઈ આવે છે, કેમકે કર્મ કોઈને ફળ આપ્યા વિના રહેતું નથી. આ મહાપુરુષોનો સિદ્ધાંત છે, તો આ રોગની અસમાધિથી, તેનો પ્રતિકાર-ઉપાય કરવા તેઓ પ્રયત્ન કરે છે અને મનમાં એથી એમ પણ થાય છે કે આ રોગ શાંત થઈ જાય તો ઠીક. આમ રોગના શમનનો ઉપાય કરવો અને મનથી રોગનો નાશ થાય છે તેમ ચિંતવવું. તેથી મુનિઓને આર્તધ્યાન થવું જ જોઈએ? a4c&RBRBREREBBEPERGRBRERERGEURBRUKERERERURUBBER BB:BRKARABURURUBURBEURREBRRRRRRRRRUREREBBRERERERER ERBRORUBBBBBBBURSZURUBER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy