SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ allot EIUS PERUBBBBBBBBBBBBBBBBBBERSRSRSRSRSR આ ID 2888888888888888888888888888888888888888888888888888888H898888888888888888 ભાવાર્થ : અનિષ્ટ સંયોગમાં આ ત્રીજા ભેદનો સમાવેશ થાય છે. તથાપિ મનુષ્યજીવનથી બધી ચિંતાઓમાં દેહની ચિંતા-દેહ ઉપરનું મમત્વ એ ચિંતા મોટામાં મોટી છે. તેથી બીજી સામાન્ય ચિંતાની બરોબરીમાં એટલે એક બાજુ બીજી સર્વ ચિંતા અને એક બાજુ દેહરક્ષણની ચિંતા એ સરખી છે, અથવા તેથી પણ અધિક ચિંતા છે તે બતાવવા ખાતર આ ભેદ જુદો ગણવામાં આવ્યો છે. મનુષ્યો કે સામાન્ય રીતે બધા જીવો પોતાના દેહના રક્ષણ માટે બીજી બધી વસ્તુને જતી કરીને પણ દેહનો બચાવ કરે છે. વહાલામાં વહાલી ચીજોનો પણ દેહરક્ષણ અર્થે ત્યાગ કરે છે. એ ઉપરથી સમજી શકાય છે કે દેહ ઉપર મનુષ્યોને કેટલું બધું મમત્વ છે ? આથી એમ કહેવાનો આશય નથી કે દેહનું રક્ષણ ન કરતાં તેને પાડી નાખવું. દેહ એ ધર્મનું સાધન છે. પણ તેના ઉપર એટલું બધું મમત્વ કરવાનું નથી કે અહોનિશ તેનું છે રક્ષણ કર્યા જ કરવું. રાતદિવસ તેની જ ચિંતા કર્યા કરવી. શરીર હોવાથી તેમાં રોગાદિક ઉત્પન્ન થવાનો સંભવ છે. આ રોગોમાં કેટલાક કિલષ્ટ કર્મના વિપાકથી ઉત્પન્ન થાય છે અને કેટલાક પોતાની ખાવાપીવાની બેદરકારીથી ઉત્પન્ન થાય છે. કેટલાક ચેપી રોગો એકબીજાના સહવાસમાં આવવાથી છે એઠંજૂઠું ખાવાથી અને અસ્વચ્છતાથી ઉત્પન્ન થાય છે. ઘણી ઠંડી-ભિનાશવાળી કે દુર્ગધિત હવા વગેરેના કારણથી પણ ઉત્પન્ન છે. મનુષ્યોએ બને તેટલી સાવચેતી રાખી યોગ્ય ખાવાપીવાની સ્વચ્છતાના અને ખુલ્લી શુદ્ધ હવા વગેરેના નિયમો પાલન કરવા છતાં કોઈ કર્મસંયોગથી રોગોની ઉત્પત્તિ $ થઈ આવી, તો આકુળવ્યાકુલ ન થતાં યોગ્ય ઉપચાર કરવા BRUBURURUBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBURURURUBURUBURBURUBURURUBURURUBUBURUBB GABBUEUEUEUBOBCBGRBBBBBBBBBBBRERGRUBUBBBBB 189 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy