________________
AERENGRERERERE KER
YRERERERERERERURURURURURURUTURE EU 101 Elfus,
જ. તમારો સ્વાર્થ સિદ્ધ કરવા તમે ‘અન્યને દુઃખ થશે' તેની ક્યાં દરકાર કરી છે ? તો બીજાઓ પણ તમને દુ:ખ થાય છે તેની શા માટે દરકાર કરશે ?
*88888888
આવા અનિષ્ટ સંયોગથી નારાજ ન થાઓ. વિચાર કરશો તો તમને આ જન્મ સંબંધી પણ એવા દાખલાઓ મળી આવશે કે કર્મનો બદલો જ મનુષ્યોને મળે છે, બીજાઓ નિમિત્તમાત્ર છે. નિમિત્તો ઉપર દ્વેષ ન કરો, તેમના ઉપર ઈર્ષા ન કરો. આવા અનિષ્ટ સંબંધો શા માટે મળે છે તેનું ખરું કારણ શોધી કાઢો અને તે મૂળને જ સુધારો. તેવાં કર્તવ્યો કરતાં અટકો, સુખી કરો, તો સુખ મળશે; ઇષ્ટ આપો તો ઇષ્ટ મળશે; શાંતિ આપો, તો શાંતિ પામશો; અભય આપો તો નિર્ભય થશો. આ ઉપાય લાગુ પાડ્યા વિના કેવળ મનોરથો કરવા તે મૂર્ખતા છે.
ધ્યાનશતકમાં કહ્યું છે કે,
अमणुन्नाणं सद्दाइविसयवथ्थुण दोसमालिणस्स । धणियं विओगचिंतणमसंपयोगाणुसरणं च ॥ १ ॥
મનને નહિ ગમે તેવા શબ્દાદિ વિષયો તથા વસ્તુઓનો, દ્વેષથી મલિન મન વડે અત્યંત વિયોગ ચિંતવવો અને ફરીને તેનો મેળાપ ન થાય તેવું ઇચ્છવું-ચિંતવવું, તે અનિષ્ટ સંયોગ આર્તધ્યાન છે.
Jain Education International
a8a8a8a88888
ભાવાર્થ : શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. આ પાંચ ઇંદ્રિયોના વિષયો છે અને તે જેમાં રહે છે તે વસ્તુ છે. આવા અનિષ્ટ શબ્દાદિ વિષયો અને તેના આધારભૂત સજીવનિર્જીવ વસ્તુઓ, જેવાં કે કૂતરાં ગધેડાપ્રમુખના શબ્દો રૂપા, કદરૂપા મનુષ્યો તથા પ્રાણીઓ અને કાળી કાબરી વસ્તુઓ, ખરાબ દુર્ગંધ અને દુર્ગંધવાળા મળ, વિષ્ટાદિ પદાર્થો, કડવા
૧૪૨ 888888888w8ssa9e3tag_taaEcataga8a888888
For Private & Personal Use Only
88888888888
£88888
www.jainelibrary.org