________________
ધ્યાન દીપિકા 883@Gs8%,સમ્પુર%ન%a9aR8નસ્ડસ્ટ%8
તમારી પાસેથી ચાલ્યા જઈશું અને ફરી તમારા નિયંત્રણ સિવાય નહીં આવીએ. મતલબ કે શુભાશુભ કર્મના ઉદય વખતે તેના તરફ રાગદ્વેષ ન કરતાં સમભાવે તે કર્મો ભોગવી લેવાં એ જ આપણો તે વખત માટેનો પુરુષાર્થ છે.
fa898a8aa38@a33388,328,398wP8888888888
દેહ અને સ્વજન સંબંધીઓને હેરાન કરે, ઘાત કરે, તેવા અનિષ્ટ સંયોગો આવી મળતાં તેથી નારાજ થવું, તેનો વિયોગ ચિંતવવો એ આર્ત્તધ્યાન છે. તેનાથી બચવાનો ઉપાય ન શોધવો એમ કહેવાનો અહીં આશય નથી. પણ મનમાં તે સંબંધી વિચારો કર્યા જ કરવા, મનમાં ક્લેશ પામવો, ખેદ કરવો, તેનો વિયોગ ચિંતવવો તે કાંઈ તેથી બચવાનો ઉપાય નથી.
(8893838&88&88&88&88&
તમે જેવા વિચારોને પોષણ આપ્યું છે, અન્યને જેવી રીતે, જેવા આશયથી સંતાપ્યા છે, હેરાન કર્યા છે, જેવાં જેવાં બીજ વાવ્યાં છે, તે માટે તમે ઇચ્છા કરો કે ન કરો, તે બી ઊગવાનાં જ અને ફળ આપવાનાં જ અને તે જેને માટે નિર્માણ થયાં છે તેને ખાવા પડવાનાં જ. કર્મનો બદલો કાળાંતરે પણ મળ્યા સિવાય રહેતો નથી. આ અનિષ્ટ વસ્તુઓનો સંયોગ તે તમારા કર્મનો બદલો છે. હવે તમે તેનાથી નાસી છૂટીને જવાના ક્યાં છો ? બળાત્કારે પણ તેવા ક્લેશી માણસનો સહવાસ થવાનો જ. અન્યનું સુખ નષ્ટ કર્યું છે તે માટે તમારું પણ સુખ નષ્ટ થવાનું જ. અન્યને હેરાન કર્યા છે તે માટે તમારે હેરાન થવું જ પડશે. તેને કાઢવાના પ્રયાસો કર્યા જ કરો ને પણ તે તમારી પાસે આવવાના જ. તમારા સુખના ઉપભોગ માટે ઘણાંના સુખ તમે લૂંટ્યા છે, તો તમારા સુખ પણ અન્યના ઉપભોગ માટે લૂંટાવાના 888888888888@838a8a8a8a8aa%a8a8a8a88888[ ૧૪૧
Jain Education International
(888888
For Private & Personal Use Only
88.8333333338888
www.jainelibrary.org