________________
SHEROESBEREBBEROBERUBBBBBBBBBBBBB czalo Ellosi
8888888888888888888888888888888888888888888888888888888888888888888888888
છે શરીર દ્વારા તે મેળવવા પ્રયત્ન કરે છે અને તેને ભોગવતા છે
રાગ, દ્વેષ, હર્ષ શોક કરે છે. વિષયો પોતાનો સ્વભાવ પ્રગટ કરે છે, વસ્તુમાં જે જે જાતના સ્વભાવો રહેલા છે તે તે જાતના સ્વભાવો તો પ્રકાશિત થવાના જ. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે, પાણીનો સ્વભાવ ઠારવાનો-ઠંડા પાડવાનો છે. તે બદલાવવો મુશ્કેલ છે. તેઓનો આવો સ્વભાવ શા માટે? આ કાંઈ પ્રશ્ન નથી. તે તો કહે છે કે જેવા અમે છીએ તેવા તમારી સન્મુખ ઊભા જ છીએ, તમને ઠીક લાગે તો અમને સ્વીકારો. યોગ્ય લાગે તો આમંત્રણ આપો, તમારી ઈચ્છા વિના અમે ક્યાં તમારી પાસે આવીએ છીએ? તમે અમારા સ્વભાવની તપાસ કર્યા પછી જ આમંત્રણ કરો પણ યાદ રાખજો, એકવાર આમંત્રણ આપ્યા પછી અને તે આમંત્રણને
માન આપીને અમે તમારી આગળ આવ્યા પછી, અમે તો હું અમારા સ્વભાવ પ્રમાણે તમારી આગળ ઊભા રહીશું, તે જે
વેળાએ તમે આવા કેમ, ને તેવા કેમ? આ પ્રશ્ન કરી અમારો અનાદર કરશો-તિરસ્કાર કરશો અને રજા આપશો, તો અમે બિલકુલ તમારી પાસેથી જવાના જ નહિ. ઊલટા અમારા અપમાનના બદલા ખાતર તમારી આગળ રહેવાની અમારી જે મુદત છે, તમે જેટલા દિવસ ખાતર તમારું આત્મભાન ભૂલી અમને ખરીદ્યા છે, તે મુદતમાં વધારો કરીશું; તેથી વધારે વખત તમારી આગળ રહીશું અને એકવાર આમંત્રણ આપ્યા પછી જેટલો અમારો તિરસ્કાર કરશો તેટલા વધારે દિવસ અમે તમને છોડશું નહિ. જો અમે તમને ગમતા ન હોઈએ તો જેટલા દિવસનું અમને તમે આમંત્રણ આપ્યું છે તેટલા દિવસ રાજીખુશી થઈ અમને ભોગવી લો-સ્વીકારી લો એટલે અમે અમારી મુદત પૂરી થતાં સ્વાભાવિક રીતે જ
RUBKBKBUBURUDUBUBUBUBUBBBBBBBBBBBVDUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB18
180 RBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBAUBERGER
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org