SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Calon EllSI PBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBEZBR 888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે પણ વાસનાને લઈને ઊઠે છે. તેનું અનિત્યપણું, અસારપણું, દુઃખદપણું વિચારી, અનાત્મપણું, ક્ષણભંગુરપણું નિર્ણાત કરી, તે વિચારને કાઢી નાંખવો અને પાછો તે જાપ મૂર્તિમાં ધ્યાન આપવાપૂર્વક શરૂ કરવો. જો વિચારોને દબાવવામાં આવે છે તો તે વિચારો તેટલો વખત દબાય છે. પણ પાછા તેનાથી બમણા જોરથી ઉપડે છે અને હેરાન કરે છે. માટે વિચારોને નહિ દાબતાં વિચાર દ્વારા વિચારને વિખેરી નાખવા વચમાં થોડો વખત જાપ તથા વિચારને બંધ પણ કરી દેવાની ટેવ પાડવી અને “શુદ્ધઆત્મસ્વરૂપ હું છું' તે ભાવનાને મુખ્ય રાખી તે સ્થિતિમાં સ્થિર થવું-મનને તે સ્થિતિમાં ગાળી નાખવું પણ વિચારતા કે આલંબનેતરનું વ્યવધાન-આંતરું ચાલુ પ્રવાહની વચમાં આવવા ન જ દેવું. તેમ થાય ત્યારે ધ્યાન સિદ્ધ થયું ગણાય છે. ગમે તેવા મજબૂત બાંધાના શરીરવાળા મુનિને પણ આ સ્થિતિ અંતર્મુહૂર્ત એટલે અડતાળીસ મિનિટ કે તેની અંદરના વખત સુધી ટકે છે તેથી વધારે ટકી શકતી નથી. શરૂઆતમાં આવી સ્થિતિ વધારે વખત સુધી ટકતી નથી પણ લાંબા અભ્યાસથી તે સ્થિતિ સિદ્ધ થાય છે. આ ધ્યાન છદ્મસ્થોનું છે. છબી એટલે જ્ઞાનાવરણાદિકના આવરણવાળો જીવ. તે મન, વચન, કાયાના યોગોનો-વ્યાપારોનો સર્વથા નિરોધ કરી શકતો નથી. તેથી કોઈ પણ એક પદાર્થના આલંબન ઉપર મનને સ્થિર કરવારૂપ ધ્યાન તેને કહેવામાં કે બતાવવામાં આવ્યું છે. સર્વ યોગોનો સર્વથા નિરોધ કરવારૂપ ધ્યાન જિનેશ્વરોને હોય છે. જિનેશ્વરનો સામાન્ય અર્થ અહીં કેવળજ્ઞાનની સ્થિતિ પામેલા આત્માઓ થાય છે. છતાંય તે દેહધારી હોય છે. દેહ BBBBBBBBBBBBBBBUBUBURURUBUBUBURUBBBBBBBURURUBBBBBBBBBUBURBURGRUBUBURBEERBRU&M BABARUHURUHURUBUREBERERERERURBERROBURURUZUB 133 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy