SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 888/88888888888888888888888888888888888888888880 ગ્રાહiાપકા 88888888888888888888888HSHSHSHSHSHSHSHS8888888888888888888888888888888 જો હજી પણ આ દુનિયાના માયિક-દેખાવે માત્ર રમણીય વિષયો પ્રિય લાગતા હોય તો આ બાહ્ય ત્યાગના ક્લેશમાં પડીશ નહિ. મનથી ત્યાગ થયો હોય તો આ ત્યાગમાર્ગ ક્લેશવાળો નથી પણ સુખરૂપ છે. પણ તે સિવાય તો ક્લેશરૂપ છે. ઉપરનો ત્યાગ તે ત્યાગ નથી, કાંચળી કાઢી નાંખવાથી સર્પ નિર્વિષ થતો નથી; માટે વિષયોની ઈચ્છા દૂર કરી હોય તો જ ત્યાગમાર્ગમાં પ્રવેશ કરજે, પ્રવેશ કરીને પણ આળસુ બની ઉભયભ્રષ્ટ ન થજે, પણ ધર્મધ્યાનમાં આસક્ત થશે એટલે તેને માટે જ અવશેષ રહેલું તારું જીવન તદાકાર કરી દેજે, તારું મૂળ નિશાન ચૂકીશ નહિ. આ ધર્મધ્યાનામૃતનું પાન કરવા પહેલાં અજ્ઞાનને દૂર કરજે, જડચૈતન્યનું વિવેકશાન પહેલું કરજે. તે સિવાય તારો ત્યાગ નિષ્ફળ થશે, એટલું જ નહિ, પણ તે ત્યાગ ઊલટો સંસારપરિભ્રમણનું કારણ થશે. આત્મા એ જ પ્રાપ્તવ્ય સમજજે. તેને માટે જ તારી સર્વ પ્રવૃત્તિ હોવી જોઈએ. ક્ષણભર પણ તારું લક્ષ્યબિંદુ-મૂળ કર્તવ્ય-પ્રાપ્તવ્યથી વિમુખ હોવું ન જોઈએ. આ સ્થિતિ મેળવવા માટે મોહનિદ્રાનો સદાને માટે ત્યાગ કરજે. ચાલુ નિદ્રા જેટલી દુઃખરૂપ નથી, તેથી હજારો ગણી મોહનિદ્રા દુઃખરૂપ છે, આત્મધ્યાનમાં વિજ્ઞભૂત છે. આત્માની નજીક પહોંચવા આવેલાઓને પણ વિશેષ દૂર ખેંચી જનારી છે. નિદ્રા ત્યાગ કરવી એટલે જાગ્રત રહેવુંજાગતા રહેવું, ક્યાં ? શેમાં જાગતા રહેવું? પોતાના કર્તવ્યમાં આત્માના ઉપયોગમાં. સ્વરૂપમાં જે જાગતો છે તે જ તાત્ત્વિક છે રીતે જાગતો છે. નિર્દોષ થજે. રાગદ્વેષાદિ દોષો, મલિન વિચારો, તેનો ત્યાગ કરી, સ્થિર થજે. અસ્થિર અંત:કરણને ધર્મધ્યાનમાં BBBBBBBBBBBBGB888888BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB18 (૧૨૨ $88888888888888888888888888888888888888888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy