________________
તેથી તેને મેળવવા ઘરમાં દાટેલ નિધાન કે આપણી તિજોરીમાં મુકેલ પૈસાને મેળવવા માત્ર પ્રબળ વિશિષ્ટ પુરૂષાર્થની જ જરૂર છે. !
એટલે ક્ષાયોપથમિક-ભાવના જ્ઞાનાદિ ગુણોને મેળવવા માટે વિશિષ્ટ પુષ્ટ આલંબનરૂપ પંચપરમેષ્ઠી, પ્રભુશાસન અને તેની વિશિષ્ટ ક્રિયાઓ આદિ નિમિત્તનું યથાવત્ વિધિપૂર્વક આ સેવન મુખ્ય છે.
કેમકે તેના આધારે ઉપાદાનનું પરાવર્તન-પરિણમનાદિ થાય છે.
ટૂંકમાં આધ્યાત્મિક ક્ષેત્રોમાં ઉપાદાનની પરિણતિ તેવા વિશિષ્ટનિમિત્તોના આલંબન પર નિર્ભર છે.
આ ઉપરથી શ્રી નવકાર મહામંત્રના શાશ્વત વર્ષોના જાપ – સ્મરણાદિ વિશુદ્ધ નિમિત્તથી ઉપાદાન આત્મામાં રહેલ કર્મોનો ઝડપી વિનાશ થવાની શાસ્ત્રકારોની નીચેની વાત સુસંગત રીતે સમજાઈ જશે.
અર્થાત્ શ્રી નમસ્કાર મહામંત્રના અભુત આધ્યાત્મિક સામર્થ્યવાળા એક અક્ષરના ઉચ્ચારણથી – ૭ સાગરોપમના પાપોનો ક્ષય થાય. એક પદના જાપથી પ૦ સાગરોપમ પાપોનો ક્ષય થાય. એક નવકાર મહામંત્ર ગણવાથી પ૦ સાગરોપમના પાપનો ક્ષય
થાય. * એક નવકારવાળી=૧૦૮ નવકાર ગણવાથી, પ૪૦૦૦
સાગરોપમના પાપનો ક્ષય થાય, સાગરોપમ એટલે
જૈન શાસ્ત્રોની પરિભાષા પ્રમાણે સમયનું માપ કાઢવા માટેના વ્યાવહારિક એકમો (એકમ, દશક, સો, હજાર આદિ) બહુ ટૂંકા પડે તેથી અસત્કલ્પનાએ સમજાવવા માટે એવું ગણિત આપ્યું છે કે –
“૪ ગાઉ લાંબા, ૪ ગાઉ પહોળા, ૪ ગાઉ ઉંડા કૂવામાં સુરતના જન્મેલા બાળકના માથાના ૧ વાળના અત્યંત સૂક્ષ્મ કે જેના આપણે એકથી બીજો ભાગ ન કરી શકીએ તેવા અસંખ્ય ટુકડાઓ ગીચોગીચ ભરવામાં આવે-ઠાંસીને ભરવામાં આવે કે જેના ઉપરથી ચક્રવર્તીનું મોટું લશ્કર પસાર થાય તો પણ હચમચે નહીં,
[ પ૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org