________________
૧૩
શાશ્વત મહામંત્ર શ્રી નવકારના ૬૮ અક્ષરોમાં સમગ્ર શ્રુતજ્ઞાનનું સારતત્ત્વ સમાયેલું છે.
શ્રી તવકાર મહામંત્રના વર્ણોન વાત અનુભૂત ગણાત
તે કેવી રીતે ? તેની થોડીક વિચારણા બાલસુલભ શૈલિમાં અપ્રમાણે અનુભવીઓ પાસેથી જાણવા મળે છે.
દરેક કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત બંને કારણ ગૌણ-મુખ્યભાવે પણ હોય જ છે.!
કેમકે બંને એક-બીજાના પૂરક બની કાર્યના ઘડતરમાં અને૨ો ફાળો
આપે છે.
પરંતુ ‘તત્ત્વ’ મહાપુરૂષો જણાવે છે કે –
ઔયિક ભાવના (પૌદ્ગલિક-અઘાતી કર્મના ઉદયથી થનારા) કાર્યો માટે ઉપાદાન (પૂર્વકૃત કર્મના સંસ્કારવાળા આત્મા)ની મુખ્યતા છે અને નિમિત્ત કારણ (તેવા વિશિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ) ગૌણ (ઉપાદાનની જેવી પરિણતિ યોગ્યતા હોય તેવા) હોય છે. ક્ષાયોપશમિક ભાવ ના (આધ્યાત્મિક = ઘાતી કર્મના ક્ષયોપશમથી થનારા) કાર્યોમાં નિમિત્ત (તેવા વિશિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ) ની મુખ્યતા છે, અને ઉપાદાન (કર્મના સંસ્કારોથી વીંટળાયેલ આત્મા) ગૌણ (જેવા વિશિષ્ટ નિમિત્તો મળે તેવા રૂપે પલટી શકે તેવું) હોય છે.
કેમકે ઔદયિક પદાર્થો આત્મ-સ્વરૂપથી અળગા છે, તેને મેળવવા નિમિત્ત ગમે તેટલા સારા છતાં પારકી વસ્તુ માત્ર પુરૂષાર્થથી ન મળે, પણ સામાની ઈચ્છા હોય તો મળે, તેમ પૌદ્ગલિક પદાર્થો તેવા વિશિષ્ટ કર્મની અનુકૂળતા હોય તો તદનુકૂળ નિમિત્તો સફળતાને પામે,
ટૂંકમાં પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિ-ભોગ આદિમાં નિમિત્તો ઉપાદાનસાપેક્ષ કાર્ય સાધક બને, પરંતુ આધ્યાત્મિક (જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ, ચારિત્રાદિ) પદાર્થો તો આત્માના સહજ મૂળભૂત સ્વરૂપ છે.
[૪૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org