________________
માંગવાની અને લેવાની વૃત્તિને પોષવાથી ભક્તિનો સર્વાગ સુંદર પ્રવાહ દૂષિત થાય છે, એ આપણે ક્યારે સમજીશું?
જેને માગતાં મોત જેવું લાગે અને આપતાં અપૂર્વ આનંદ આવે તેનું નામ ભક્ત
સાધકનું સુરક્ષા કવચ
જ્યારે જ્યારે કર્મના સંસ્કારો અશુભ દિશામાં આપણી વૃત્તિઓને ધકેલે અગર તેવા નિમિત્તો આપણને તે બાજુ લઈ જવા મથે ત્યારે ત્યારે શ્રી નવકારની ચુલીકાના છઠ્ઠા-સાતમા બે પદો ખૂબ ગંભીરતાથી મનમાં ચિંતવવા અગર સતત તેનો જાપ કરવો.
આ ચિંતન-જાપથી અંતરના બંધનો તાપથી બરફ ગળે તેમ ઓગળી જાય તેવો અનુભવ થશે.
અંતરથી ચૂલિકાના પ્રથમ બે પદનું સતત ચિંતન-જાપ કરવાથી અંતર આત્માની સુષુપ્ત શક્તિ શ્રી નવકારના શાશ્વત દિવ્ય વર્ણોના માધ્યમથી પરમાત્મતત્વની દિવ્ય શક્તિઓ આપણા અંતરમાં પ્રસરવા માંડે છે.
પરિણામે અંતરમાં દિવ્ય તત્વના ઝબકારા શરૂ થઈ ગમે તેવા દ્રષ્ટિના વિકારો કે વિકારી વાસનાઓનાં અંધારા હઠવા માંડે છે.
-: જપીએ નવકાર તીતું કાળ :નવકારના આરાધકે-સાધકે જાપના કારણે જાગેલા શુભ આંદોલનોને શુભ અધ્યવસાય કે આત્મસ્પર્શી બનાવવા તથા સ્થિર કરવા માટે વારંવાર નવકાર પ્રતિ મન દોરવું જોઈએ. આ સ્મરણ ધ્યાનથી અશુધ્ધ મનવચન-કાયાનું શુદ્ધિકરણ થાય છે. જે આપણી આરાધનાને ગતિ પ્રેરક બને છે તે માટે. સવારે ૬ વાગે બપોરે ૧૨ વાગે તથા સાંજે ૬ વાગે ૧૨-૧૨ નવકાર ગણવા. આમાં સમય અને સંખ્યાનું મહત્વ હોવાથી એની ચોક્સાઇ વિશેષ રાખવી.
[૪૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org