________________
લાયક બનાવી દીધા, ઘણાને મોક્ષ-સુખ પણ આપી દીધું.
વસ્તુતઃ નવકાર પાસે માંગનાર પોતે પોતાની તથા પ્રકારની માંગણી દ્વારા પોતાનો જ હિતશત્રુ બને છે કારણ કે શ્રી નવકારમાં એના એકનિષ્ઠ ઉપાસકને જેટલી આપવાની ક્ષમતા છે તેના એક કરોડમા ભાગ જેટલી પણ ક્ષમતા તેના ઉપાસકમાં માંગવાની હોતી નથી.
મતલબ કે શ્રી નવકાર પાસે દુન્વયી સમૃદ્ધિની માંગણી કરવી તે તેનો જે અખૂટ સુખ આપવાનો ભાવ છે, તેનો ઈન્કાર કરવા સમાન છે.
પંચ પરમેષ્ઠિ ભગવંતો આપણા ઉપર જે અનંત ઉપકાર કરી રહ્યા છે તે ઉપકારનું જે સત્વશીલ આત્માને યથાર્થ ભાન થાય છે, ત્યારે તે તેમની પાસે ભક્તિના બદલામાં કશું પણ માંગતાં ધ્રુજી ઉઠે છે.
સાચું પૂછો તો માંગવાનો અધિકાર પંચપરમેષ્ઠી ભગવંતોને છે, આપણને નહિ કારણ કે આપણા ઉપરના તેઓશ્રીના આજ સુધીના ઉપકારોની કોઈ સીમા નથી.
ઉપકારી ભગવંતોના ઉપકારનો યથાશક્ય બદલો વાળવાના અવસરે પણ બદલામાં આટલું આપજો' એમ કહેવું તે કૃતજ્ઞતાભાવનો અભાવ સૂચવે છે.
ભીની આંખે અને રડતા અંતઃકરણ પૂર્વક અનેક જન્મોના પાપોનું પ્રાયશ્ચિત કરવાના અવસરે સંસાર યાદ આવે તે ખરેખર પામરતાની જ નિશાની છે.
ભક્તિએ સોદાબાજીનો વિષય નથી.
આપીને લેવાની વાત જેના મનમાં દિન-રાત ધોળાતી હોય તે કદિએ મહામોહને લાત ન મારી શકે.
થોડીક શ્રી નવકારની ભક્તિ કરીને તેનું ફળ માંગી લેવાથી જીવનો આધ્યાત્મિક વિકાસ અટકી જાય છે.
ભક્તિના ઉત્તમ ફળ પેટે ભક્તિ સિવાય બીજું કોઈ માંગે તે શ્રેષ્ઠ કોટિનો ભક્ત ન ગણાય. પણ તે ભક્તિનો સોદો કરનાર ભક્ત નહિં પણ સોદાગર ગણાય.
[૪૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org