________________
,
,
૧૨૦ વ પ
શ્રી તવકારતી અનામત હારી જ
,
-
મહામંત્ર શ્રી નવકાર પાસે કંઈ માંગવું તે વડની છાયામાં પંખો લઈને બેસવા સરખું કે પોતાની જનેતા પાસે વાત્સલ્યની યાચના કરવા જેવું છે અથવા તો શ્રી નવકારની સર્વ પાપ પ્રણાશકતામાં અધૂરી શ્રદ્ધાની એ નિશાની છે.
નદી પાસે જઈને કોઈ જળ માંગે છે? ના! કારણ કે જળ માટે તો નદી સુધી જતા જ હોઈએ છીએ અને જલથી ભરપુર નદી પાસે જળની માંગણી કરવી તે બેહુદું જ ગણાય ને!
તો પછી શ્રી નમસ્કાર મહામંત્ર પાસે ગયા પછી તે જે આપે તે સહર્ષ સ્વીકારવું જોઈએ કે અનાદિથી પોષાયેલી યાચકવૃત્તિને આગળ કરવી જોઈએ?
માંગવાનો આવો મોહ; જીવની અને શ્રી નવકારભક્તિ વચ્ચે શિલાતંભ બનીને ઉભો રહે છે.
માટે જ માંગવાના મહામોહના સમૂળા નાશ સિવાય શ્રી નવકાર પાસે બીજું કશું પણ માંગવું તે તથા પ્રકારના જીવન પ્રત્યેના આપણા મોહને શ્રી નવકાર ભક્તિ દ્વારા હૃષ્ટપુષ્ટ કરવા જેવું કે વૈદ્ય પાસે તાવ ઉતારવાને બદલે વધારવાની દવા માંગવા જેવું છે.
મોહમચ્છમાં હોઈએ છીએ એટલે આપણને કોઈ પણ સંયોગોમાં જેના બદલામાં તરત જ કશું મળી જવાનું ન હોય એવી ક્રિયામાં સાચી નિષ્ઠા પ્રગટતી નથી.
પંચ પરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરતી વખતે મનના કોઈ પણ ભાગમાં દુન્યવી રિદ્ધિ-સિદ્ધિને યાચવાની તુચ્છવૃત્તિ બેઠી થાય છે તે આપણને તે પરોપકારી ભગવંતોના સ્વરૂપમાં એકાકાર બનેલા ભાવ સુધી પહોંચવાને લાયક રહેવા દેતી નથી, નાલાયક બનાવી મુકે છે.
જેઓએ શ્રી નવકાર પાસે કશું માગ્યું નહિ અને ત્રિવિધ તેની ખૂબખૂબ ભક્તિ કરી તે બધાને તેણે ઓછા કાળમાં અનંત સુખના ધામરૂપ મોક્ષને
[૪૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org