________________
તેના અક્ષરોનો સંયોગ અને પદોની રચના સરળ અને સ્પષ્ટ છે. સહુ કોઈ સહેલાઈથી અને સરળતાથી તેનો પાઠ અને ઉચ્ચાર કરી શકે અને તેનો અર્થ સમજી શકે તેવી છે.
તેનું સ્મરણ અને જાપ મોટે ભાગે સમ્યગૃષ્ટિ, ભવથી નિઃસ્પૃહ અને એક મુક્તિરમણીના જ ઈચ્છુક ઉત્તમ સત્યપુરૂષો કરનારા હોય છે.
વિશ્વના અન્યમંત્રો જ્યારે કામના કરવાથી તે કામનાની પૂર્તિ કરે છે, ત્યારે શ્રી નમસ્કાર-મહામંત્ર નિષ્કામપણે જપવાથી જપનારની સઘળી કામના પૂરી કરે છે, એ તેની અચિન્ય શક્તિનો સચોટ પુરાવો છે અને તેના પ્રકાશકોની અપૂર્વ નિષ્કામતાનું પરમ પ્રતીક છે.
શ્રી નમસ્કાર મહામંત્રની બીજી વિશેષતા એ છે કે તેના દ્વારા જે પુરૂષોની આરાધના કરવામાં આવે છે, તે બધા વીતરાગ અને નિસ્પૃહ મહાત્માઓ છે, જ્યારે વિશ્વના અન્ય મંત્રોના આરાધ્યદેવ સંસારી સસ્પૃહી અને સરાગી આત્માઓ છે.
શ્રી નમસ્કાર-મહામંત્ર અનુપમ શક્તિશાળી હોવાનાં અગણિત કારણો પૈકીનું એક કારણ, એના અધિષ્ઠાતાઓની પરમ-વિશુદ્ધિ છે. કારણ કે સરાગીની શક્તિ ગમે તેટલી હોય તો એક બિંદુ જેટલી માંડ ગણાય.
શ્રી નમસ્કાર-મહામંત્રની ત્રીજી વિશેષતા એ છે કે જ્યાં અન્ય મંત્રોમાં દેવતા અધિષ્ઠાતા તરીકે છે, ત્યારે આ મહામંત્રમાં દેવતા “સેવક' રૂપે રહે છે. એકમાં દેવોનું સેવકપણું છે, તે બીજે દેવો વડે પણ સેવ્યપણું છે.
લૌકિક-મંત્ર માત્ર, દેવાધિષ્ઠિત હોય છે. તેનો જાપ કરવાથી મંત્રનો સ્વામી ‘દેવતા' વશ થાય છે, ત્યારે તે મંત્ર સિદ્ધ થયેલો કહેવાય છે.
પરંતુ શ્રી નમસ્કાર-મહામંત્રમાં તેથી જુદું છે, તેનો “સ્વામી' હોવાની કે થવાની શક્તિ કોઈ પણ દેવતામાં નથી, પરંતુ દેવો પણ તેના સેવક થઈને રહે છે. જેઓ તે મહામંત્રની આરાધના કરે છે, તેઓની મંત્ર પ્રત્યેની ભક્તિને વશ થઈને દેવો તે આરાધકોના પણ સેવક બનીને રહે છે.
એથી સિદ્ધ થાય છે કે કોઈ દેવતાની શક્તિના કારણે શ્રી નમસ્કાર મહામંત્ર શક્તિશાળી કે પ્રભાવસંપન્ન નથી, પણ શ્રી નમસ્કાર-મહામંત્રની પોતાની શક્તિ અને પોતાનો પ્રભાવ જ એવો અચિન્ય છે કે દેવોને પણ
[૩૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org