________________
તેને વશ રહેવું પડે છે.
શ્રી નમસ્કાર મહામંત્રની ચોથી વિશેષતા એ છે કે અન્ય મંત્રી જ્યારે અત્યંત ગૂઢાર્થક અને ઉચ્ચારણમાં અતિ-ક્લિષ્ટતર હોય છે, ત્યારે શ્રી નમસ્કાર-મહામંત્ર શબ્દથી અતિ-સ્પષ્ટ અને અર્થથી અત્યંત સરળ છે. બુદ્ધિમાનથી માંડી બાળક પર્યત સહુ કોઈ તેનો પાઠ સરળતાથી અને તેનું ઉચ્ચારણ શુદ્ધ રીતે કરી શકે છે, તથા તેના અર્થનું જ્ઞાન પણ સહેલાઈથી મેળવી શકે છે. - શ્રી નમસ્કાર મહામંત્રની આસરળતા અને સ્પષ્ટતા જોઈને કેટલાકને તેના ઉપર અશ્રધ્ધા અને અવિશ્વાસ થતો પણ જોવાય છે. તેઓની એ માન્યતા હોય છે કે મંત્ર તો ગૂઢાર્થક જ હોવો જોઈએ અને ઉચ્ચારણમાં પણ કઠિનતાવાળો હોવો જોઈએ, પરંતુ તેઓની આ માન્યતા સર્વત્ર ઉચિત નથી. જે મંત્રનું જેવું કાર્ય હોય, તેને અનુરૂપ જ તેની શબ્દરચના હોવી જોઈએ.
શ્રી નમસ્કાર-મહામંત્ર મુક્તિદાતા છે. પરમ-પદને આપનારો છે. તેથી તેની રચના તેને અનુરૂપ જ હોવી જોઈએ. મોક્ષાભિલાષી પ્રત્યેક જીવ, પછી તે બાળક હો કે વૃદ્ધ, સ્ત્રી હો કે પુરૂષ પંડિત હો કે નિરક્ષરએ સર્વને એકસરખી રીતે ઉપયોગી થાય તેવી જ હોવી જોઈએ.
શ્રી નમસ્કાર-મહામંત્રની સરળતા અને સ્પષ્ટતાની પાછળ તેને પ્રકાશનારાઓનો આ ગંભીર અને ઉદાત્ત આશય છે. તેને પ્રકાશનારાઓ અનંત જ્ઞાનના ભંડાર અને અસીમ-કરૂણાના નિધાન છે. તેથી સર્વ હિતાર્થીજીવોનું એકસરખું હિત થઈ શકે તેવી જ તેની રચના હોય એ સ્વાભાવિક
છે.
જેનો વિષય સમગ્ર, વિશ્વને એકસરખો ઉપયોગી હોય, સર્વનું એકાંત હિત કરનારો હોય, તેની રચના એવી હોવી જોઈએ કે જેનું ઉચ્ચારણ સુખપૂર્વક થઈ શકે અને તેનો બોધ આબાલગોપાલ સહુને વિભ્રમરહિતપણે થઈ શકે.
મંત્રાધિરાજ-શ્રી નવકારની આ અનન્યતમ વિશિષ્ટતા અન્ય મંત્રોમાં દૃષ્ટિગોચર નથી જ થતી. શ્રી નમસ્કાર-મહામંત્રની પાંચમી વિશેષતાએ છે કે અન્ય મંત્રો
[૪૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org