________________
પદ, ૨. પદાર્થ, ૩. પદના યોજક તથા ૪. પદના પ્રયોજકની ભાવનાઓ તથા શક્તિઓના એકંદર સરવાળારૂપ મંત્ર છે. મંત્રની શક્તિ એ ચારને અનુરૂપ હોય છે.
મંત્રના યોજક ક્લિષ્ટ-પરિણામી હોય તો મંત્ર ‘મારક’બનેછે અને અસંકિલષ્ટ-પરિણામી અર્થાત્ નિર્મળ બુધ્ધિવાળો હોય તો તે મંત્ર ‘તારક' બને છે.
લૌકિક મંત્રશક્તિ
લૌકિક મંત્રશક્તિનો પ્રયોગ મુખ્યત્વે આકર્ષણ, વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષણ, સ્તંભન, સંમોહન આદિ લૌકિક કાર્યો માટે જ થાય છે. કોઈ વ્યક્તિને પોતાની તરફ ખેંચવા, કોઈને વશ કરવા, કોઈ પ્રતિપક્ષીને મ્હાત કરવા, કોઈ દુશ્મનનો નાશ કરવા, કોઈને સ્થંભિત કરવા કે કોઈને મોહિત કરવા માટે લૌકિક-મંત્રશક્તિનો ઉપયોગ હોય છે, અને તે મંત્રની સફળતાનો આધાર મંત્રનો પ્રયોગ કરનાર સાધકની સાધનાશક્તિ વિગેરે ઉપર હોય છે.
કોઈ પ્રયોગ કરનાર સાચો ન હોય પણ ધૂર્ત હોય તો મંત્ર નિષ્ફળ જાય છે, સાધક સત્ય હોય; પણ મંત્ર અશુદ્ધ હોય અથવા મંત્ર શુદ્ધ હોય પણ તેનું ઉચ્ચારણ અશુદ્ધ હોય અથવા ઉચ્ચારણ શુદ્ધ હોય પણ પ્રયોજકનું ચિત્ત એકાગ્ર નહોય અથવા શ્રધ્ધારહિત હોય તો પણ મંત્રશક્તિ કાર્યકર થઈ શકતી નથી. જ્યાં એ બધી વસ્તુ શુધ્ધ અને પૂર્ણ હોય ત્યાં જ મંત્ર શક્તિ ધાર્યું કાર્ય નિપજાવી શકે છે.
મંત્રાધિરાજ-શ્રી નવકારની વિશેષતાઓઃ
-
મંત્રાધિરાજ શ્રી નવકાર આ દૃષ્ટિએ વિશ્વના સમસ્ત મંત્રોમાં અગ્રસ્થાન ધરાવેછે. તેની શક્તિ અતુલ છે, અપરંપાર છે. કારણ કે તેના યોજક લોકોત્તર મહાપુરૂષો છે.
શ્રી નવકારને અર્થથી શ્રી તીર્થંકર ભગવંતો પ્રકાશે છે અને સૂત્રથી શ્રી ગણધર ભગવંતો ગૂંથે છે. તેનો વાચ્યાર્થ લોકોત્તર – મહર્ષિઓને પ્રણામરૂપ છે.
Jain Education International
[ ૩૮ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org