________________
હોય છે.
જેમ ધ્વન્યાત્મક-શબ્દોની જુદી-જુદી અસર છે, તેમ વર્ણાત્મક શબ્દોની તેનાથી પણ મહાન જુદા-જુદા પ્રકારની અસર માનેલી છે અને તે પ્રત્યક્ષ અનુભવમાં પણ આવે છે.
એક વ્યાખ્યાતાના મુખમાંથી નિકળેલ ઉત્સાહપ્રેરક શબ્દો વાતાવરણને ઉમંગી બનાવે છે અને તે જ વ્યાખ્યાતાના મુખમાંથી નિકળેલા નિરાશાજનક શબ્દો વાતાવરણને ગમગીન બનાવી દે છે.
વિવિધ પ્રકારના રસોના પોષણમાં વક્તા કે લેખકની શબ્દશક્તિ સિવાય બીજા શાનો પ્રભાવ છે?
શબ્દશક્તિ અચિજ્યછે, માત્ર તેના યોજક યોગ્ય-પુરૂષની જ જરૂર હોય છે.
ક્યા શબ્દોના સંયોજનથી કેવા પ્રકારની શક્તિ પેદા થાય છે? એના જાણકાર આ જગતમાં દુર્લભ છે, પરંતુ જ્યારે એવા જાણકારોના હાથમાં અક્ષરો કે શબ્દો આવે છે, ત્યારે તે વિવિધ પ્રકારની રચના દ્વારા શ્રોતાઓના ચિત્તના સંતાપ અને દિલની તૃષાને ક્ષણવારમાં શાન્ત કરી દે છે.
પૂર્વધર-ભગવંતોની દેશનાશક્તિ કેળવજ્ઞાની-ભગવંત-તુલ્ય લેખાય છે, તે આ જ દષ્ટિએ સમજવાનું છે. “શ્રુત કેવળી શબ્દની એક વ્યાખ્યા એવી કરી છે કે તેઓ “સર્વાક્ષર-સન્નિપાતી'ની લબ્ધિના ધારક હોય છે. સર્વ અક્ષરો અને તેના પરસ્પર મિશ્રણથી થતા સર્વ અર્થોને તેઓ જાણતા હોય છે, અને તેથી જ તેઓની ઉપદેશભક્તિ અમોધ બને છે.
મંત્રરચના મંત્રોમાં કેવળ અક્ષરોની કાર્યશક્તિ હોય છે એવું નથી, પણ તેમાં બીજી શક્તિઓ પણ કામ કરે છે, અને તે મંત્રના યોજકની શક્તિ, મંત્રના વાચ્ય પદાર્થની શક્તિ, મંત્ર યોજકના હૃદયની ભાવના તથા મંત્રસાધકના આત્મામાં રહેલો મંત્રશક્તિ ઉપરનો ભાવ, અખંડ-વિશ્વાસ, નિશ્ચલ શ્રધ્ધા વગેરે.
તાત્પર્ય એ છે કે, મંત્ર કેવળ અક્ષર કે પદ સ્વરૂપ જ નથી, પણ ૧.
[૩૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org