________________
ફેરવીએ તો વાસ્તવિક સિદ્ધિ મલે નહિ અને દોષના ભાગીદાર બનીએ. વીર સ્વાધ્યાય કરવો હોય, સૂત્રની વાચના લેવી હોય તો કાળ જોવો પડે,
કારણ એ સૂત્રોની પઠનાદિ ક્રિયા કાળે જ થાય, પણ ચૌદ પૂર્વના સારરૂપ નવકારમંત્રને માટે કાળ જોવો પડે નહિ, આ મંત્ર નો ગમે ત્યાં ગમે
ત્યારે ગણી શકાય. 9 આત્માની પવિત્રતાનું લક્ષ્ય હોય તે નવકારમંત્ર ગણવાનો અધિકારી
છે, આવી રીતે મંત્ર ગણનારો આત્મા સુપાત્ર કહેવાય. 9 નવકારમંત્રની ભક્તિ એટલે જૈન શાસનની ભક્તિ.
અનાદિ અનંતકાળથી આત્મામાં રહેલ મોહના ઝેરને ઉતારનાર જો કોઈ હોય તો તે નવકારમંત્રનું સ્મરણ અને એની શુદ્ધ નિષ્ઠા છે. જેના હૈયામાં પવિત્રતાપૂર્વક નવકાર મંત્રનું રટણ ચાલુ રહે, તેના પાપો નાશ થાય છે. અરે, એટલું જ નહિ પણ નમસ્કાર ગણનારને બીજો કોઈ હાથ જોડે,
પ્રશંસા કરે તો તેના પણ પાપો નાશ પામે છે. વહ સિદ્ધાંતમાં – મહાસિદ્ધાંત, શ્રુતસ્કંધમાં-મહાશ્રુતસ્કંધ, ધ્યાનમાં
મહાધ્યાન, સ્વાધ્યાય માં પરમ મહાસ્વાધ્યાય, જો કોઈ હોય તો નવકાર
મંત્ર જ છે. થી આજનો સંસાર રાગમાં, દ્વેષમાં, કલેશમાં, મોહમાં અને વિસંવાદમાં
મુંઝાયેલો છે, એની જ્વાલાને બુઝાવવા નવકાર મંત્ર નીર સમાન છે. નવકાર મંત્રની ઉપાસના આરાધના, સાધના, જાપ, રટણ, સ્મરણ, ઉચ્ચારણ વિગેરે સંસારની વિચિત્રતામાંથી, અશરણતામાંથી, દુ:ખની
જવાળામાંથી તારણહાર છે. જ સાચી સ્વતંત્રતા, સમજણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ, નવકારની
શ્રદ્ધા, આરાધના અને ઉપાસનામાં રહેલો છે. િનવકાર એટલે જૈન શાસનની પ્રતિજ્ઞા નો સ્વીકાર. 9 જૂનું કાઢનાર અને નવું કરનાર તે નવકાર. નવું આપનાર તે નવકાર! નવું શું આપનાર? ચાર ગતિ જૂની છે.
[૨૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org