________________
ક
એટલે પાંચમી નવી ગતિ મોક્ષ એટલે ચાર ગતિ ગાળી પાંચમી ગતિને આપનાર નવકાર છે.
વ્યક્તિમાં રહેલા વ્યક્તિત્વને ઓપ આપનાર નવકાર છે.
સાચી સ્વતંત્રતા, સાચું સ્વરૂપ રાજ્ય આપનાર નવકાર છે. સાચી આઝાદી, અને સાચી આબાદી આપનાર પણ નવકાર. પરાણે અપાતી દવા જેમ રોગીના રોગને ટાળે છે, તેમ પરાણે સંભળાવતો બોલાતો નવકાર મંત્ર પણ પાપીના પાપને ટાળે છે. નવકારને હૈયામાં બેસાડવા માટે નવકારની આરાધનાની જરૂર છે. નવકાર પ્રત્યેની સાચી શ્રદ્ધા, સાચું મંગલ આપશે.
આજની દુનિયા નવકાર મંત્રની સાધનાને ઓળખી શકતી નથી, એટલે પંચપરમેષ્ઠિનો મહિમા જાણ્યા વિના વંચિત રહી જાય છે.
નમસ્કારને નમસ્કાર કરનાર આત્માઓનું મિથ્યાજ્ઞાન વિદાય લે છે. અને જ્ઞાનકુંજ પ્રકાશ પામે છે.
આ સંસારમાં કોઈના પર શ્રદ્ધા નહિ હોય તો ચાલશે, પણ સંસારથી પર રહેલા પંચપરમેષ્ઠી ઉપર, વીતરાગ દેવની ઉપાસકતા અને તારકતા ઉપર તેમજ નવકાર મંત્ર ઉપર તો શ્રદ્ધા રાખવી જ પડશે.
તો જ સંપત્તિવાળાની સંપત્તિ ફાળી-ફૂલી રહેશે અને વિપત્તિવાળાની વિપત્તિ સંપત્તિમાં ફેરવાઈ જશે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ મંગલકારી નવકાર મંત્રમાં છે.
શ્રી નવકાર મંત્રના છેલ્લા ચાર પદો પર, પાંચ પદો પ્રતિષ્ઠિત છે, એ પાંચ પદો- ચારિત્રના પ્રતીક છે. છઠ્ઠું, સાતમું પદ જ્ઞાનનું પ્રતીક છે. આઠમું-નવમું પદ શ્રદ્ધાનું પ્રતીક છે.
શ્રી નવકાર મંત્રમાં પંચપરમેષ્ઠી ભગવંતને નમસ્કાર છે. તે નમસ્કારનો મહિમા, તેમજ પરમેષ્ઠી તથા ણમો ને કહેનારા પદોનો મહિમા વિશિષ્ટ શક્તિથી ભરપૂર છે.
“ણમો, લોએ તથા મંગલ” નવકારમાં પ્રથમ, મધ્યમ, તથા અંત્ય મંગલ તરીકે છે. પ્રથમમાં વિસ્તાર સૂચિત થાય છે. હવઈમાં ત્રિકાલ સત્તા સૂચિત થાય છે. સર્વજીવોને રુચીકરનો નિર્ણય થાય છે.
[ ૨૬ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org