________________
TET 1
છ શ્રી નવકાર મંત્ર ગણનાર માનવીનું પાપ જાયછે. વીર શ્રી નવકાર મંત્ર સાંભળનાર માનવીનું પાપ જાય છે. કિ શ્રી નવકાર મંત્ર સંભળાવનાર માનવીનું પણ પાપ જાય છે. અરે !
જ્યાં જ્યાં એના શ્વાસોશ્વાસ અડે, તેના પણ પાપ ધોવાઈ જાય છે. દિ સર્વકાળના પાપનો નાશ કરાવની શક્તિ નવકારમાં છે. થી સર્વ પ્રકારના પાપનો નાશ કરવાની શક્તિ નવકારમાં છે. દિ સર્વ લોકના પાપનો નાશ કરવાની શક્તિ નવકારમાં છે. શ્રી સર્વ રીતે પાપનો નાશ કરવાની શક્તિ નવકારમાં છે. થી નવકારમંત્ર એટલે તાવી-તાવીને ચોખ્ખું કરેલું શુદ્ધ ઘી, નવકારમંત્રની
આરાધનાના વાતાવરણથી; વિરાધનાની દુર્ગધ દૂર થાય છે અને આરાધનાની સુવાસ ફેલાય છે. નવકારમંત્રના મહિમાથી વિપ્નો ટળે, આત્મામાં નિર્મળતા પ્રગટે, વંછિત ફળે અને અગ્નિ પણ જળરૂપ બને, એવા આ મંત્રનો મહિમા
અપરંપાર છે. વરિ ત્રણે કાળમાં નવકારમંત્ર શાશ્વત છે. સનાતન છે. દુનિયામાં બધા શબ્દો
ફરે પણ નવકારમંત્રના શબ્દો ત્રણે કાળમાં ફરે નહી. તેમજ તેના શબ્દો ફેરવીને બોલી શકાય નહી જ્ઞાનીઓએ મર્યાદાપૂર્વક જે શબ્દોની સંકલના કરી છે. એ રીતે બોલવું ઉચિત છે. નહિ કે આપણી મરજી પ્રમાણે. સૂતાં, બેસતાં, ચાલતાં અર્થાત્ કોઈપણ કાર્યમાં હૃદયમાં નવકારમંત્રનું
સ્મરણ કરવું એ આત્માને લાભદાયક છે. દિ નવકારમંત્ર એ સિદ્ધ મંત્ર છે. મંત્રના અક્ષરો છૂટા પાડી નાખીએ તો
મંત્રની શક્તિ ચાલી જાય છે. તેમ નવકારમંત્રના મંગલમય અક્ષરો કે શબ્દો ફેરવાય જ નહિ, અને
[૨૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org