________________
કરી વિશુદ્ધ રીતે ચારિત્રનું પાલન કરનારા મહાપુરૂષોના સ્મરણ ચિંતન, ગુણાનુરાગભર્યા સહવાસાદિથી વિશિષ્ટ રીતે આંતરિક આત્મગુણોની સાહજિક સંવેદનાત્મક ભાવસ્પર્શની એવી માત્રા વધે છે, જેથી સ્પર્શનેન્દ્રિયના વિષયરૂપ સ્પર્શવૃત્તિ સુકુળતાની પ્રબળતા ધટવા પામે છે.
આવા પુણ્યવાન સંયમી-વિવેકી મહાત્માઓ વાસનાઓના નિગ્રહ માટે આજ્ઞાશુદ્ધ જીવન પાળવા માટે રોમરોમ તત્પરતા સાથે સંયમની સાધનાના પવિત્ર પરમાણુઓથી સભર પુનિત શરીરવાળા હોવાથી તેઓના શરીર-સ્પર્શથીપણ આપણી અંદર અંતરંગ ચેતનાની વિદ્યુત-શકિતનો અદ્ભુત સંચાર થવા પામે છે.
આ રીતે સાધુ ભગવંતોને આરાધનાથી કષાયોમાં વ્યાવહારિક રીતે સર્વ સાધારણ દષ્ટિએ ઉગ્ર-ભંયકર મનાતો કષાય પણ કાબુમાં આવી જાય છે.
કેમકે આવા મહામુનિઓ ક્ષમાશ્રમળ પદથી સંબોધાયા છે. સમાશ્રમળ નો અર્થ ક્ષમાપ્રધાન શ્રમણ થાય છે. એટલે મહામુનિઓના જીવનમાં ક્ષમાનુળ વણાયેલ હોઈ તેઓની ઉપાસનામાંથી વિશિષ્ટ પ્રેરણા મળે છે. જેથી અંતરંગ ક્ષુદ્રતાના બળે ઉપજતા ોધ કષાયનું શમન થાય છે. આ પ્રમાણે વીતરાગ પ્રભુની આજ્ઞાની પ્રધાનતાએ સંયમી જીવન જીવવા એકનિષ્ઠ બનેલ મુનિ ભગવંતો હકીકતમાં પુણ્યશાળી આરાધકોને આત્માની સહજ શુધ્ધ અવસ્થા મેળવવા આજ્ઞા શુધ્ધ જીવન જીવવા વધુ પ્રેરણા આપી વીર્યાચાર નું બળ કેળવનારા બને છે.
આ રીતે સાધુ ભગવંતો સ્પર્શ વિષય અને ોધ કષાયના નિગ્રહનું તથા ને વીર્યાચાર પ્રાપ્ત કરવાનુ અપૂર્વ બળ સમર્પે છે.
મલ્યો શ્રી નવકાર છતાં ભવભ્રમણ
શ્રી નવકાર આવે છે આપણને જીતાડવા માટે... અપરાજીત બનાવવા માટે પરંતુ વિચાર-વાણી-વર્તનમાં આપણે વામણા બની ગયા હોવાથી શ્રી નવકારની આજ્ઞાને આપણે બરાબર ઝીલી શકતા નથી એટલે જ ભવની ઠોકરો ખાઇએ છીએ.
Jain Education International
[ ૧૭ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org