________________
તેમજ સિધ્ધ ભગવંતના ધ્યાનથી આત્માના મૌલિક સહજ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થવાથી સુદૃઢ વિશ્વાસ કેળવાઈ જાય છે, કે- પુદ્ગલ સાથે મારો સંબંધ હિતાવહ નથી, પણ આત્મિક ગુણોને ઢાંકનાર મોહના સંસ્કારોને હટાવનાર પ્રવૃતિઓ શ્રેષ્ઠ છે.
પરિણામે મોહ ધટાડનારી પ્રવૃતિઓના લક્ષ્યની ચોકસાઈરૂપ દર્શનાચારની પ્રાપ્તિ સહેલાઈથી થાય છે.
આ રીતે સિધ્ધ ભગવંતોની આરાધનાથી ચક્ષુઈન્દ્રિયના વિષય રુપ અને તોમ કષાય પર નિગ્રહ મેળવાય છે અને દર્શનાચારનું બળ મેળવાય છે.
(૩) વાર્યો:- પંચાચારની મર્યાદાનું આજ્ઞાશુદ્ધ પાલન કરવાકરાવવા પુનિત જવાબદારી ઉઠાવનારા ત્રિલોકનાથ તિર્થંકર પરમાત્માની ગેર હાજરીમાં શાસનનું સંચાલન કરવાની પવિત્ર ફરજને અદા કરનારા મહાપુરૂષોના નામસ્મરણ, ગુણ-ચિંતન અને સ્વરૂપ-ધ્યાન આદિથી આરાધકપુણ્યાત્માઓને આચાર-શુદ્ધિનું પ્રબલ તત્વ જીવનમાં વિકસે છે.
ફુલમાં કે કસ્તુરીમાં રહેલ સુગંધીની જેમ મહાપુરૂષોના જીવનમાં ઉચ્ચ કોટિના આત્મશુદ્ધિકારક તત્વોની સક્રિય પ્રક્રિયાના બળે સદાચાર ચારિત્ર-શુદ્ધિની મહેંક એવી હોય છે, કે જેની અસર તેમના સંસર્ગમાં આવનાર આરાધક પુણ્યશાળી આત્માઓના જીવન મોહના સંસ્કારોથી રાગ-દ્વેષાદિ દુર્ગંધમય હોય તો પણ નેપાલની અસલી કસ્તુરીની સુવાસથી લસણની કળી પણ કસ્તુરી રૂપે પરિણમે છે.
તેમ આજ્ઞાશુદ્ધ પંચાચારની વિશિષ્ટ મર્યાદાઓના અણિશુદ્ધ પાલનથી, ઉપજેલ આચાર-સુગંધની તીવ્રતાવાળા આચાર્ય ભગવંતોની ઉપાસનાથી, આરાધકભાવસંપન્ન પુણ્યાત્માઓ વિવેક પૂર્વક, સાંસારિક વાસનાની દુર્ગંધને હટાવી, સુંદર રીતે પંચાચારને સુગંધમય બનાવી પોતાનું જીવન ધન્ય બનાવી આનદિકાળની ધ્રાણેન્દ્રિયના વિષયરૂપ ગંધવાસના પર સફળ વિજય મેળવી શકે છે.
વળી આચાર્ય ભગવંતોની આચાર શુદ્ધિના તત્વને યથા સ્થિતણપણે વિચારનાર પુણ્યવાન્ મન-વચન-કાયાની વિસંવાદી પ્રવૃતિઓને
[ ૧૫ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org