________________
વધુ પુણ્યના ઉદયે મળનારી ત્રણ કાળના પદાર્થોનું ભાન કરનાર શ્રોત્રેન્દ્રિયના વિષયરૂપ શબ્દ નામના વિષય પર નિગ્રહ મેળવાય છે.
યોગ્ય જ્ઞાની ગુરૂ નિશ્રાએ વીતરાગ પમાત્માની વાણીના સ્વાધ્યાય ચિંતન આદિથી પ્રબળતમ મિથ્યાત્વનો પણ નિગ્રહ સુશકય સરળ બને છે.
વધુમાં ભણતર રૂપ જ્ઞાનને મોહના ક્ષયોપશમની મર્યાદા દ્વારા સમ્યક જ્ઞાન બનાવનાર જ્ઞાનાચારની પ્રાપ્તિ અરિહંત પ્રભુની આજ્ઞાને અમલમાં મૂકવાથી વધુ સહેલાઈથી થાય છે.
આ રીતે અરિહંત પરમાત્માની ઉપાસનાથી શ્રોત્રેન્દ્રિયના વિષયરૂપ શબ્દ તથા મિથ્યાત્વરૂપ મહાદુર્ગણ ઉપર વિજય મેળવી જ્ઞાનાચારની સફળ પ્રાપ્તિથાયછે.
(૨) સિદ્ધો :- સઘળા કર્મથી મુક્ત બનીને વિશુદ્ધ આત્મસ્વરૂપની નિર્મળ સ્થિતિમાં સાદિ-અનંતકાળ સુધી રહેનારા પરમાત્માના નામસ્મરણચિંતન-જાપ આદિથી આત્માના વિશુદ્ધ સ્વરૂપનું અદ્ભુત સંવેદન ચક્ષુરિન્દ્રિય દ્વારા વિવિધ સુંદર પૌગલિક-મોહકરૂપને જોવાની વાસનાને કાબૂમાં લઈ શકે છે.
નદીમાં વરસાદથી આવતા પુરની ભયંકર વિનાશકતાને નહેર દ્વારા વળાંક આપી ખેતર વગેરેમાં પોષકતારૂપે પણ ફેરવી શકાય છે; તેમ અનાદિકાલીન -વાસનાની વિષમતાને પરમેષ્ઠીઓની ભક્તિ, સ્વરૂપ-ચિંતન આદિથી પલટાવી શકાય છે.
આ વાતને કેન્દ્રમાં રાખી સિદ્ધ ભગવંતોના શાશ્વત, અનંત, ચિદાનંદમય, મૌલિક સ્વરૂપનું યોગ્ય રીતે વિચાર-ચિંતન-ધ્યાન આદિરૂપે અંતરંગ દર્શન કરવાની પ્રબળતાથી ચક્ષુરિન્દ્રિયના રૂપ વિષયની પ્રબળતાને પલટાવી શકાય છે.
વળી સિદ્ધ ભગવંતના સ્વરૂપની માર્મિક વિચારણાથી નિત્ય, શાશ્વત, અક્ષય,અનંત ગુણોના આપણી પાસે રહેલ ખજાનાનું (જે કર્મના આવરણ થી ઢંકાયેલ છે.) સ્પષ્ટ ભાન થવાથી સંસારના અનિત્ય ક્ષણભંગુર, પરિમિત,વિનાશી, પૌગલિક તુચ્છ પદાર્થોનો લોભ નાશ પામી જાય છે.
| [ ૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org