________________
અર્થાત્
પરમેષ્ઠિઓના ભાવ નમસ્કારથી નિકાચિત કે અનિકાચિત આ ભવના કે પરભવના સર્વ પ્રકારના પાપ (મોહના સંસ્કારોનો) તથા તેમાંથી ઉપજતા બીજા ઘાતી-અઘાતી કર્મોનો = પ્રકર્ષથી = મૂળમાંથી = સત્તામાંથી તેમજ રસક્ષય તથા પ્રદેશક્ષય રૂપે નાશ કરનારો છે.
-
નવકારના એક એક અક્ષરનું ધ્યાન જીવને અનાદિકાળથી વળગેલા સંસારના તીવ્રતમ રાગ ને તોડે છે અને પંચપરમેષ્ટિ ભગવંતોના પરમ સત્ત્વવંતા આત્મપ્રકાશ સાથે જોડે છે.
અમૃત ભરેલા શ્રી નવકારના અમૃતાભિષેક વડે જીવને ચઢેલું મહામોહનું ઝેર જરૂર ઉતરી જાય છે.
| મંગલાણં ૫ સવ્વેસિં
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચારે મંગલોમાં ભાવમંગલ જ મહાલાભ આપનાર છે.
અર્થાત્ ...
દહીં, દૂર્વા, કુંવારી કન્યા, ગાય, શુભમુહુર્ત, સારાશુકન, આદિ સર્વ દ્રવ્ય- મંગલો કરતાં....
આ પરમેષ્ઠિ નમસ્કારરૂપ શ્રી નવકાર મહામંત્ર
સૌથી પ્રથમ = એટલે કે સર્વ શ્રેષ્ઠ મંગલ છે.
શ્રી જૈનશાસનમાં દેવ, ગુરુ અને ધર્મને મહાઉપકારી ભાવમંગલ તરીકે માનવામાં આવ્યાછે. શુભ કાર્યોનો આરંભ કરનાર એ ૫૨મ-માંગલિકનું સ્મરણ કરે છે. તેથી વિઘ્નોનો નાશ પામે છે અને ઇચ્છીત શુભ કાર્યો સરળતાથી સિદ્ધ થાય છે. દુનિયામાં ગણાતા દ્રવ્ય મંગલો લાભ આપે અગર ન પણ આપે, પરંતુ ભાવમંગલ અવશ્ય લાભ આપે જ છે.
સાંસારિક મંગલો પુણ્યના ઉદયના આધારે જ તાત્કાલિક ક્ષણિક સુખની પ્રાપ્તિ રૂપ ફળ આપે છે. જ્યારે શ્રી નવકાર મહામંત્ર કર્મોના બંધન દૂર કરી શાશ્વત પદની નિશ્ચે પ્રાપ્તિ કરાવે છે.
]
Jain Education International
[
h
For Private & Personal Use Only
www.jainelibrary.org