________________
વળી વ્યવહારમાં પણ પુણ્ય સંપદા ન હોય તો ઉભી કરી, કર્મોના આવરણ હટાવી વ્યવહારિક સફળતા પણ ચોકસાઈથી અપાવે છે. માટે પોતાના આત્મકલ્યાણની કામનાવાળાએ હંમંશા ભાવમંગલનો જ આશરો લેવો.
// પઢમં હવદ્ મંત્રં ॥
આપણી ઈચ્છાછે કે ...‘આપણો સિદ્ધિ પદમાં કાયમી વાસ થાય’’ આ ઈચ્છાને શીઘ્રપણે પૂરી કરવામાં સહાય કરે તેવું ઉત્કૃષ્ટ ભાવ મંગલ શ્રી નવકાર છે.
તેનો સતત જાપ આપણને મોક્ષની અતિ નજીક લાવીને મૂકી દેશે, તેમાં શંકા નથી.
એટલે કે...
શ્રી નમસ્કાર મહામંત્ર સર્વ મંગલોમાં શ્રેષ્ઠ છે.
શ્રી નવકારની નેહ નીતરતી અમીકલાનો સ્પર્શ સર્વ જીવને થાઓ ! અને તે દ્વારા સર્વ જીવનું સાચું કલ્યાણ થાઓ !!!
નરક નિવારે નવકાર :
વિધિ પૂર્વકના નવલાખ નવકારનો જાપ નરક નિવારે એટલે..
નવકારના જાપથી નરકમાં જવાના પરિણામો-રૌદ્રધ્યાન, તેમજ તિર્યંચગતિમાં જવાનું કારણ આર્તધ્યાન દૂર થઇ જાય, પુદ્ગલના તીવ્ર રાગથી આર્તધ્યાન - રૌદ્રધ્યાન આવે છે, પણ નવકાર ના જાપથી પુદ્ગલનો તીવ્રરાગ ઘટે. આથી આર્ત-રૌદ્રધ્યાન જાય. પરિણામે નરક-તીર્થંગતિનો બંધ ન પડે.
Jain Education International
[ ૮ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org