________________
ખામેમિ સવૅજીવે, સવ્વ જીવા ખમંતુ મિત્તી એ સવ્વ-ભૂસુ, વેરે મજઝ ણ કણઇ . શિવમસ્તુ સર્વ-જગત:, પરહિત-નિરતા ભવતુ ભૂતગણા : દોષા: પ્રયાજુ નાશ, સર્વત્ર સુખી ભવંતુ લોકા: બધા વિશ્વનું સ્થાઓ કલ્યાણ આજે, બનો સજ્જ સહુ પારકા હિત કાજે બધા દૂષણો સર્વથા નાશ પામો, જનો સર્વ રીતે સુખને જ પામો In ખમાવું બધા જીવને આજ પ્રિતે, ખમો તે બધા મુજને સર્વ રીતે આ બધા જીવોમાં મિત્રતાને પ્રસારું, નથી કોઈ સાથે હવે વેર મારું મૈત્રિ ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે ITI ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે ! એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્થ રહે ! દીન કૂરને ધર્મ વિહૂણા, દેખી દિલમાં દર્દ રહે. કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે છે માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઉભો રહું કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું ! અચિંત્ય શક્તિવાળા હે પંચ પરમેષ્ઠિઓ ! આપ તો...પ્રભાવશાળી છો, વીતરાગ છો, સર્વજ્ઞ છો, પરમકલ્યાણ સ્વરૂપ છો તથા પ્રાણી માત્રના કલ્યાણના હેતુભૂત છો..હું મૂઢ છું. પાપી છું.. અનાદિ મોહવાસિત છું. મારા હિત અને અહિતથી પણ અજાણ છું.
હે પરમેષ્ઠિ ઓ! આપના શરણે આવ્યો છું. આપની આરાધના દ્વારા હિત-અહિતનો જાણકાર બનું. સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિવાળો બની
સ્વહિતની સાધના વાળો બનું.. હે પંચ પરમેષ્ઠિઓ ! આ જગતમાં હવે કોઈ શરણ નથી. અન્યથા શરણે નાસ્તિ ત્વમેવ શરણં મમ...”
ત્વમેવ શરણં મમ..”
ત્વમેવ શરણં મમ.” ૧૦૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org