________________
ભાવે જપતાં પૂરણ આય, બે જણ રાજા-રાણી થાય. મંગલમય. ૫ સમડીને મરતાં નવકાર, દઈ મુનિએ કીધો ઉપગાર,
રાજપુત્રી થઈ કર્યો ઉદાર, સુદર્શનાએ સમડી-વિહાર. મંગલમય. ૬ કમઠકાઠમાં બળતો નાગ, દેખે પાર્શ્વકુમાર,
સેવકે મુખ દીધો નવકાર, ઈન્દ્રથયો તે નાગકુમાર મંગલમય. ૭ અમરકુમાર જપતાં નવકાર, મહાકષ્ટથી થયો ઉદ્ધાર,
રાજા તેના પ્રણમે પાય, નવકાર મહિમા ફેલાય. મંગલમય ૮ પાપ પ્રણાશક શ્રી નવકાર, મહામંગલ છે શ્રી નવકાર, વિનવિદારક શ્રી નવકાર, શિવસુખદાયકશ્રીનવકાર. મંગલમય.૯
| (૯) શ્રી નવકાર મહામંત્ર છંદ સુખકારણ ભવિયણ, સમરો નિત નવકાર, જિનશાસન આગમ, ચૌદ પૂરવ સાર, ઈણ મંત્રનો મહિમા કહેતાં ન લહું પાર, સુરતરુજિમ ચિંતિત, વાંછિત ફલ દાતાર. સુર દાનવ માનવ, સેવ કરે કર જોડ, ભૂમંડલ વિચરે, તારે ભવિયણ કોડ, સુર ઇદે વિલસે, અતિશય જાસ અનંત, પહિલે પદ નમિયે, અરિભંજન અરિહંત
.....૨ જે પનરે ભેદ, સિદ્ધ થયા ભગવંત, પંચમી ગતિ પહંતા, અષ્ટકર્મ કરી અંત, કલ અકલ સરૂપી, પંચાતંતક જેહ. સિદ્ધના પાય પ્રણમું, બીજે પદ વળી તેહ. ગચ્છભાર ધુરંધર, સુંદર શશહર સોમ,
[૧૫]
.....૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org