________________
દેવો ગણતા દાનવો ગણતા, ગણતા રંકને રાય, | યોગી ભોગી ધ્યાને સમરી, મુક્તિપુરીમાં જાય છે ગણજો. ૩ મહિમાવંતા જગજયવંતા, મંગલને કરનારા ! શક્તિવંતો કર્મ ચૂરતો, દેવગતિ દેનારા
એ ગણજો. ૪ મંત્ર શિરોમણી લયથી ગણતાં, કેઈ તર્યા નરનાર ! મરણાંતે તિર્યંચો સુણતાં, વરીયા દેવ અવતાર છે ગણજો. ૫ અડસઠ અક્ષર એના જાણો અડસઠ તીરથ સારા નવ પદ એના હૃદયે ધારો, અડસિદ્ધિ દેનાર છે ગણજો. ૬
એક એક અક્ષર મહિમા ભારી, ગણજો નર ને નારી ! પંચ પરમેષ્ઠી જગ ઉપકારી, સમર્યા ભવ દે તારી એ ગણજો. ૭ નવકાર કેરો અર્થ અનંતો શ્રી અરિહંતે ભાગ્યો ચૌદ પૂર્વના સારરૂપ એને સૂત્ર શિરોમણિ દાખ્યો છે ગણજો. ૮ ભણતાં ગણતાં નિર્જરા થાવે, પાપ પડેલ દૂર થાવે ! આત્મા અરિહા સમીપે આવે, અક્ષયપદને પાવે છે ગણજો. ૯
(૮) મંગલમય નવકાર મંગલમય સમરો નવકાર, એછે ચૌદ પૂરવનો સાર,
જેના મહિમાનો નહિ પાર, ભવજલધિથી તારણહાર, મંગલમય. ૧ અરિહંત શાસનના શણગાર, સિદ્ધ અનંતા સુખદેનાર,
સૂરિપાઠકમુનિ ગુરૂ મનોહાર, એ પાંચ પરમેષ્ઠી ઉદાર. મંગલમય. ૨ નવપદ એ નવસેરો હાર, હૃદયધરતાં ઉપરે ભવપાર;
અડસઠ અક્ષર તીરથ સાર, સંપદા આઠે સિદ્ધદાતાર. મંગલયમ. સતિ શિરોમણી શ્રીમતી નાર, મન શુધ્ધ ગણતી નવકાર,
તેનું દુઃખ હરવા તત્કાલ, ફણીધર લટી થઈ ફૂલમાળ. મંગલમય. ૪ મુનિએ દીધો વન મોઝાર, ભીલ ભીલડીને નવકાર.
[૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org