________________
લોકોત્તર-ભાવના અનુપમ મૈત્રી જો શક્તિ મુજને મલે, (તો) આપું સહુને સુખ, કર્મના બંધને ટાળીને, કામું, સહુનાં દુઃખ. .....૧
ક્ષમાપના મુજને દુઃખ આપે ભલે, તો પણ હું ખમું તાસ, સુખ પીરસવા સર્વને, છે મારો અભિલાષ. ....૨
સર્વાત્મભાવ જગના પ્રાણીમાત્રને, વ્હાલાછે નિજ પ્રાણ, માટે મન-વચ-કાયથી, સદા કરૂં તસ ત્રાણ. .....૩
પરહિત-ચિંતા આશીર્વાદ મુજને મલો, ભવોભવ એહ મુજ ભાવ, ત્ર-સ્થાવર જીવો બધા, દુઃખિયા કો નવિ થાય.......૪
વાત્સલ્ય-ભાવ ભવોભવ એ મુજ ભાવના, જો મુજ ધાર્યું થાય, “શ્રી જિનશાસન વિષે, સ્થાપે જીવ બધાય.”.....૫
અરિહંત - પ્રાર્થના વંદનાશ નિર્મલ-મૈત્રી ભાવથી, ભરપુર હે ભગવંત!, મુદિત ભાવ ઉદિત થયો, પૂર્ણ-કલાએ સંત
...(૧) નિર્મલ કરુણાનો ઝરો, ચૌદ રાજ રેલાય, તાસ પ્રભાવે હે પ્રભુ? જગજીવ દુઃખ ધોવાય ...(૨) મધ્યસ્થ દૃષ્ટિ છે આપની, પક્ષપાત નહીં લેશ, ધર્મ-બીજ છો હે પ્રભુ! યોગ-સ્વરૂપ-સવિશેષ .(૩) એવા શ્રી વીતરાગને, ત્રિકરણ – યોગે આજ, વંદન કરું છું હું ભાવથી, જય જય શ્રી જિનરાજ .(૪)
[૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org