________________
* જોગી સમરે ભોગી સમરે, સમરે રાજા રંક,
દેવો સમરે દાનવ સમરે, સમરે સૌ નિઃશંક. અડસઠ અક્ષર એહના જાણો, અડસઠ તીરથ સાર, આઠ સંપદાથી પરમાણો, અડ સિદ્ધિદાતાર. ....(૯૮) નવપદ એહના નવનિધિ આપે ભવોભવના દુઃખ કાપે, વિર વચનથી હૃદયે થાયે, પરમાતમ પદ આપે. .....(૯૯) બધા વિશ્વનું સ્થાઓ કલ્યાણ આજે, બનો સજ્જ સહુપારકા હિત કાજે, બધા દૂષણો સર્વથા નાશ પામો, જનો સર્વ રીતે સુખને જ પામો.
....(૧૦૦) ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમો તે બધા મુજને સર્વ રીતે, બધા જીવમાં મિત્રતા પ્રસારું, નથી કોઈ સાથે હવે વૈર મહારું,
.....(૧૦૧) * નમસ્કાર સમો મંત્ર, શંત્રુજ્ય સમો ગિરિ, વિતરાગ સમો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ.
......(૧૦૨) સુખકારણ ભવિયણ, સમરો નિત નવકાર, જિનશાસન અનગમ, ચૌદ પૂરવનો સાર. ....(૧૦૩) મંત્રમાંહે મોટો કહ્યો એક લાખ ગુણે મન રંગ, તીર્થંકર પદ તે લહે એ, શ્રી નવકારને સંગ. ....(૧૦૪) પંચ પરમેષ્ઠી પદમય મંત્ર એ છે નવકાર, શિવપદનું સાધન કહ્યું, પ્રવચન કેરોસાર. ....(૧૦૫) નિર્મલ ચિત્તે વિધીશું, ગુરુમુખ વહી ઉપદ્યાન નવકાર જપતાં ભાવશું, પામે સમક્તિ પ્રધાન. ...... (૧૬) ભાષ્ય - ઉપાંશુ-રહસ્ય એ, જાપના ત્રણ પ્રકાર, દ્રવ્ય-ભાવ શુદ્ધિ ધરી ક્રમે ભજો નવકાર. ...(૧૦૭) ભવોદધિમાં ડૂબતાં થકાં, નિસ્તારણ નવકાર ભાવ ભાવ ભરીને ધારીએ, એ છે તરણ જહાજ .....(૧૦૮)
[૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org