________________
....(૭૧)
....(૭૩)
...(૭૬)
વ્હેરાય સુખના સાગરો, દુઃખ સરોવર સુકાય, શરણ ગ્રહે નવકારનું તો ભવ ભયથી મુકાય, સુષુપ્તાવસ્થામાં છે ઘણી, શક્તિઓ અનંત અપાર, નવકાર મંત્રના જાપથી, તે સૌ જાગ્રત થાય,
.....(૭૨) અવર મંત્ર જપો નહીં, તજી મહામંત્ર નવકાર, સાચો મિત્ર એજ છે, આતમ હિત કરનાર. તેજ હણાયું આંખનું, વલી હણાયું મુખનું નુર, તો નવકાર મંત્રના જાપથી, વાધ તેજ ભરપૂર. ....(૭૪) ભવાંભોધિ સંતારણ છે, યાન તુલ્ય નવકાર, લે સહારો તે યાનનો, તે થાયે ભવપાર. ....(૭૫) દુષ્કર માયા ત્યાગ છે, તે પણ સુકર થાય, જાપ જપતાં નવકારનો, માયા થાય વિદાય. અસદ્ ભાવો અંતર તણા, સઘળા થાયે દૂર, જાપ જપતાં નવકારનો, સભાવી ઉગે સૂર.
....(૭૭) બ્રહ્માસ્ત્ર સમાન જાણજો, મહામંત્ર નવકાર, વિકટ વેળાએ આપતો, સાધક સહાય અપાર. .....(૭૮) ગ્રહો ચરણ પરમેષ્ઠીનાં, આપે સિદ્ધિ અપાર, જન્મ મરણ ફેરા ટળે, આપે સિદ્ધિ સાર. .....(૭૯) દૂર કરે પાતક બધાં, કરે સંકટમાં સહાઈ, કલ્પવૃક્ષ કામધેનું સમો, નવકાર મંત્ર છે ભાઈ.
....(૮૦) અકથનીય મહિમા કહ્યો, નવકાર મંત્રનો ભાઈ વાણી વર્ણવી નવ શકે, અનુભવથી સમજાઈ. .....(૮૧) વિશ્વાસ રાખી નવકારનો, જાજો શ્વાસોશ્વાસ, શાશ્વત સુખને આપશે, કરી કર્મનો નાશ. .....(૮૨) પાપકર્મના મેલને ગાળે શ્રી નવકાર, નિર્મળ થતો આતમા નિજ સ્વરૂપે સ્થિર સાર. .....(૮૩)
[૧૩૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org