________________
*
અવળાં સૌ સવળાં કરે, સવળાં સફળાં થાય, જપતાં શ્રી નવકારને, દુઃખ સમૂળાં જાય.
કોઈ પણ કાર્યને મોખરે, જપતાં શ્રી નવકાર, સિદ્ધિ થાય તે કાર્યની, ફળ પામે શ્રીકાર.
અણ ઈચ્છિત અળગું કરી, આપે ઈચ્છિત સાર, જો જપો શુદ્ધિ ભાવથી, મહામન્ત્ર નવકાર. મહામન્ત્ર નવકારની, સદા જપો જપમાળ, આળ ઉતરે ભવતણું, તુટે જગ ઘટમાળ. તુંહી જ જીવન પ્રાણ છે, તુંહી જ આતમરામ, મહામન્ત્ર નવકાર તું, મુજ દિલનો વિશ્રામ.
કરુણાવંત મહામન્ત્ર છે, સકળ સુગુણ વિશ્રામ, ક્ષય કરી સર્વ પાપનો, આપે અક્ષર ધામ.
* દુઃખમાં દીલાસો આપીને, સુખમાં લે સંભાળ, મિત્ર ધર્મ છોડે નહીં, મહામંત્ર નવકાર.
નાશ કરે સર્વ પાપનો, આપે સુખ અપાર ભાવભક્તિથી જે ગણે, મહામંત્ર નવકાર.
આ લોકને પરલોકનાં, આપે સુખ નવકાર, અશિવ સહુ અળગાં કરી, શિવ પદને દેનાર.
* પાંચે પદને ભાવથી, કરે વંદના જેહ, અપૂર્ણપણું તેનું ટળે, પૂર્ણપદ પામે તેહ.
સર્વ મંત્ર શિરોમણિ, મહામંત્ર નવકાર, સારભૂત એ મંત્રને, જપતાં જય જયકાર.
ચૌદ પૂર્વનો સાર છે, મહિમા અપરંપાર, તેનું શરણું જે ગ્રહે, તે થાયે ભવપાર. અમંગળ આ જીવના, ટાળે શ્રી નવકાર, મંગળ કરીને જીવનું આપે શિવપદ સાર.
[૧૩૫]
Jain Education International
For Private & Personal Use Only
.....(૧૯)
.....(૨૦)
.....(૨૧)
.....(૨૨)
(૨૩)
.....(૨૪)
.....(૨૫)
.....(૨૬)
.....(૨૭)
.....(૨૮)
....(૨૯)
.....(30)
.....(૩૧)
www.jainelibrary.org