________________
....(૯)
સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ, મહાસુખ-ખંધ તે જાણો, ચૂલા સહિત સુજાણ. પંચ નમસ્કાર એ સુપ્રકાશ, એહથી હોયે સવિ પાપનાશ, સર્વ મંગલતણું એનું મૂલ, સુજશ વિદ્યા વિવેકાનુકૂલ. .....(૭) અરિહંતાદિક સુનવપદ, નિજ મન ધરે જો કોઈ, નિશ્ચય તસુ નર-ચેહર, મણ-વંછિય ફલ હોઈ. અશુભ કરમ કે હરણ કુ, મંત્ર બડો નવકાર, વાણી દ્વાદશઅંગ મેં, દેખ લીઓ તત્ત્વ સાર. શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલિ, નવદલ શ્રી નવકાર પય, કરી કમલાસન કેલિ. .....(૧૦) પાતક પંક પખાલીને, કરી સંવરની પાળ, પરમહંસ પદવી ભજો, છોડી સકલ જંજાલ. .....(૧૧) નમસ્કાર મહામંત્રને રટતાં આતમ શુભરસ જાગે, દિનભરની શુભ કરણી માંહે, શિવસુખ ડંકા વાગે. ..... (૧૨) વિકાર બળે વિલાસ ટળે, મહામંત્ર નવકાર, સંયમ રોમેરોમ પ્રગટે, જીવનનો શણગાર. .(૧૩) ઊગે સૂરજ સુખનો, રહે ન દીનને હીણ, જો જપે નવકારને, તો દુઃખના જાએ દિન. .....(૧૪) વિશ્વાસ રાખી નવકારને, જાજો શ્વાસોચ્છવાસ, શાશ્વત સુખ તે આપશે, કરી કર્મનો નાશ. ....(૧૫) દાવાનળ આ ભવતણો, ઠારી શાંત કરનાર, દાયક નાયક મોક્ષનો, મહામત્ર નવકાર. ભૂલા પડી ભવસાગરે, રખડે જીવ અનેક, તેને ધ્રુવ તારા સમો, મહામત્ર છે એક. ....(૧૭) આરોગ્ય આપે તન મનતણું, બોધિલાભ દેનાર, નાશ કરે ભ્રમબુધ્ધિનો, મહામત્ર નવકાર. .....(૧૮)
[૩૪].
..... (૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org