________________
૩૪
શ્રી તનમસ્કાર મહામંત્ર મહિમા શ્લોકના
આરાધના માર્ગે આન્તરિક-ભાવોલ્લાસ પૂર્વક આગળ વધવા ઈચ્છનાર સાધુ-સાધ્વીએ કે શ્રાવકે નિંદ્રામાંથી જાગૃત થતાંજ ચૌદ-પૂર્વના સારરૂપ શ્રી નવકાર-મહામંત્રનું નિર્મલ ચિત્તે સ્મરણ કરવું. પછી ભાવશુદ્ધિ અને અધ્યવસાયોની નિર્મલતા વધુ સારી કેળવવા માટે નીચેના શ્લોકો અને ભાવનાઓનું એકાગ્ર ચિત્તે ચિંતન કરવું અને વ્યવસ્થિત જાપ કરી પંચ પરમેષ્ઠી પ્રતિ કૃતજ્ઞતા પૂર્ણ ભક્તિરાગ જગાવવો.
આરાધનામાં આગળ વધવા માટે પંચપરમેષ્ઠીઓના નમનસ્મરણાદિથી થતા મોહનીય કર્મના ડ્રાસથી જરૂરી ભાવોલ્લાસ મેળવી શકાય. શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા
हरइ दुहं कुणइ सुहं, जणए जसं सोसए भवसमुद्दं । ફતોય-પરતોય-સુહાળ મૂલ્લું નમુક્કારો || ? ।।
શ્રી નમસ્કાર મહામંત્ર દુ:ખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવ-સમૃદ્રને શોષવે છે, તથા આ નમસ્કાર મહામંત્ર આ લોક અને પરલોકના સઘળા સુખોનું મૂળ છે.
નિળ - સાસળસ્સ સારો, ચવસ-પુવાળ નો સમુદ્ધારો ।
वकारो जस मणे, संसारो तस्स किं कुणइ ? ॥ २ ॥
શ્રી નવકાર મંત્ર એ જિનશાસનનો સાર છે, ચૌદપૂર્વનો સમ્યગ્ ઉદ્ધાર છે. તે શ્રી નવકારમંત્ર જેના મનને વિષે સ્થિર છે, તેને સંસાર શું કરે ? અર્થાત્ કાંઈ પણ કરવા સમર્થ નથી !
सेयाणं परं सेयं, मंगल्लाणं च परम - मंगल्लं । पुण्णाणं परमं पुण्णं, फलं फलाणं परमरम्मं ॥ ३ ॥
શ્રી નવકારમંત્ર એ સર્વ-શ્રેયોમાં ૫૨મશ્રેય છે, સર્વમાંગલિકને વિષે પરમ માંગલિક છે. સર્વ-પુણ્યોને વિષે પરમપુણ્ય છે અને સર્વફલોને વિષે
[૧૩૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org