________________
33
શ્રી નવકારના આરાધકે સતત ચિંતવવાલાયક જયશક્તિની સફળતા કાજે ખૂબ ખૂબ મનમાં ઘૂંટવા જેવી આદર્શ વિચારણા
જગતના બધાય જીવો શાન્ત થાઓ ! પ્રસન્ન થાઓ ! સુખી થાઓ ! કોઈ જીવને કશું દુ:ખ ન હો ! કાંઈ દુ:ખ ન હો ! કિચિત્ દુઃખ ન હો ! જગતના બધા જીવો ભય રહિત બનો ! કર્મ રહિત બનો !
કોઈ જીવને પાપ કૃત્યમાં રૂચિ ન હો ! પ્રીતિ ન હો ! પ્રવૃત્તિ ન હો ! જગતના સર્વ જીવોના હૈયામાં જ્ઞાનનો દીવો ઝળહળો ! ધર્મનો દીવો ઝળહળો !
ન
≈ કોઈ જીવને નખમાં ય રોગ ન હો ! શોક ન હો ! મોહ ન હો ! * જગતના બધા જીવોનું આરોગ્ય નિર્મળ બનો ! બુદ્ધિ નિર્મળ બનો ! ભાવ નિર્મળ બનો !
≈ જગતના સર્વજીવોને પરસ્પર પૂર્ણ સદ્ભાવ પ્રગટો ! નિર્દોષ મૈત્રી ભાવ પ્રગટો ! નિષ્કલંક આદર ભાવ પ્રગટો !
~ આત્મા-આત્મા વચ્ચેના અંતરાયો દૂર હો ! ભેદ દૂર હો ! પરભાવ દૂર હો જગતના સર્વજીવોના હૈયામાં આત્મ દર્શનની આરઝુ પ્રગટો ! તમન્ના ! ઉત્કટ તાલાવેલી જાગો !
માનવ માત્રના મનમાં સર્વ કલ્યાણની રોશની પ્રગટો ! તેનો પ્રકાર તેના પ્રત્યેક રોમ વાટે અન્ય પ્રાણીઓના મનના અંધકારને દૂર કરો ! સમગ્ર વાતાવરણ કલ્યાણનો મહાછંદ બની રહો !
માનવ બંધુઓની પાંચેય ઈન્દ્રિયો પ્રભુતાની ખોજમાં એકાકાર બનો ! તેમાં છલકાઓ નૂર આત્માનું !
જ માનવીના હૃદય કમળમાં વિશ્વહિતની સુરભિ પ્રગટો ! તેની પ્રત્યેક પાંખડીમાં લોકત્રયના સર્વજીવોના કલ્યાણની કમનીયતા પ્રગટો ! અને તે મહાપવિત્ર કમળ સર્વજીવ હિતચિંતક શ્રી અરિહંત પરમાત્માની
[૧૨૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org