________________
કેમ કે જ્ઞાનિઓના બંધારણની મર્યાદા પ્રમાણે નિયત વિધિપૂર્વક કરાતી ક્રિયા પરંપરાએ પણ આંતરિક આત્મશુદ્ધિને જન્માવનારી થાય છે, અને મંત્ર-શાસ્ત્રના ધોરણે એક જ મંત્રના જુદા જુદા મોહન, વશીકરણ, મારણ આદિ કાર્યોમાં કરાતા જાપમાં ભિન્ન ભિન્ન પલ્લવ, બીજ, આસન, દિશા, આદિ ફેરવવાની સાથે મુદ્રાનો ફેરફાર એટલે કઈ રીતે મણકા ફેરવવા? અને માળા કઈ રીતે રાખવી? તેની વ્યવસ્થા પણ મહત્વની છે.
એટલે આધ્યાત્મિક શક્તિઓના વિકાસાર્થે કર્મનિર્જરા દ્વારા આત્મશુદ્ધિના લક્ષ્યથી કરાતા શ્રી નમસ્કાર મહામંત્રના જાપમાં પણ ગીતાર્થ જ્ઞાનીઓના વચનો અને શાસ્ત્રમર્યાદાથી ફલિત થતા અમુક ચોક્કસ બંધારણને લક્ષ્યમાં લેવાની જરૂર છે.
વર્તમાનકાળે શ્રી નવકારવાળી ગણવાની જુદી જુદી ઘણી રીતો જોવા મળે છે :(૧) અંગુઠા ઉપર માળા રાખી તર્જની (અંગુઠા પાસેની પહેલી
આંગળી) થી ગણવાની. (૨) મધ્યમા (સૌથી મોટી વચલી આંગળી, અંગુઠાથી બીજી) પર માળા
રાખી અંગુઠો અને તર્જનીના સંયુક્ત સહકારથી ગણવાની (આ:
રીતે વધુ પ્રચારમાં ચાલે છે.) . ! (૩) અંગુઠા ઉપર માળા રાખી અનામિકા (પૂજાની આંગળી છેલ્લી
ટચલી આંગળી પાસેની) થી ગણવાની. આ સબંધી કારણોની સમીક્ષામાં તે તે રીત પાછળ વિવિધ તર્કો જાણવા મળ્યા છે. જેમ કે :
પ્રથમ રાતના સમર્થનમાં પ્રવચનમુદ્રાની વાત, બીજીમાં કર્મશત્રુનું તર્જન કરવા સાથે માળા પડી ન જાય તે માટે અંગુઠાનો ઉપયોગ, અને છેલ્લી રીતમાં પૂજા માટેની પવિત્રતમ આંગળીથી જાપ બહુશ્રેષ્ઠ હોવાની વિચારણા વિગેરે.
પરંતુ વાસ્તવિકતા ધોરણે શાસ્ત્રીય અક્ષરો અને માંત્રિક અનુભવીઓની પરંપરાની ગવેષણા કરતાં નીચે મુજબ જાણવા મળ્યું છે. - “આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્રી નમસ્કાર મહામંત્રના જાપની મૌલિક
[૧૦૨].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org