________________
અસલી સ્ફટિકની માળા શ્રેષ્ઠ છે, પણ નકલી સ્ફટિક (જે આજે મોટા ભાગે બજારમાં જોવા મળે છે.) ની માળા કરતાં તો ઉપર બતાવી તેવી
સુતરની માળા અત્યંત શ્રેષ્ઠ જાણવી. ને ચાંદીની માળા ગૃહસ્થો માટે ઉત્તમ ખરી! પણ તેમાં લાકડા પર ચાંદી
મઢીને અગર નક્કર ચાંદીના મણકા હોય તો ! અન્યથા અંદર મણ કે લાખ જેવી અશુદ્ધ ચીજ ભરેલ સસ્તા ભાવની પ્રચલિત ચાંદીની માળા કરતાં પૂર્વોક્ત સુતરની માળા સર્વ શ્રેષ્ઠ છે. ટૂંકમાં શ્રી નમસ્કાર મહામંત્રના જાપ માટે શુદ્ધ સુતરની અસલી સ્ફટીકની અને નક્કર ચાંદીની માળા શાસ્ત્રીય મર્યાદાથી વિહિત જાણવી. ચંદનની માળા પણ શ્રી નમસ્કાર મહામંત્રના જાપ માટે
સર્વશ્રેષ્ઠ ગણાય છે, પરંતુ તે માળા શુધ્ધ ચંદનની હોવી જોઈએ. * પ્લાસ્ટીકની માળા ગણવી નહિ..!
વર્તમાનમાં અણસમજથી બહુ પ્રચલિત થઈ ગયેલ પ્લાસ્ટિક અને રેડીયમના પ્રકાશવાળી માળા તો નિતાંત વર્જનીય છે. કેમ કે પ્લાસ્ટીક પોતે જ અત્યંત અશુદ્ધ-અપવિત્ર દ્રવ્યોના મિશ્રણરૂપ છે.
પ્લાસ્ટીક બનાવનાર કંપનીઓ તથા વૈજ્ઞાનિકો સાથે પત્રવ્યવહાર દ્વારા મેળવેલ પ્રમાણિત માહિતીના આધારે ચોક્કસ જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિક એ ઝાડનો રસ હોવા છતાં તેને શોધવામાં અને આજના મોહક સ્વરૂપમાં લાવવા માટે છૂટે હાથે સૂકાં હાડકાંનો ભૂકો બળદના આંતરડાનો રસ વિગેરે ખૂબજ અશુભ, દ્રવ્ય વપરાય છે.
તેથી પ્લાસ્ટીકની માળા સદંતર ત્યાગ કરવા ધ્યાન રાખવું. તથા નવકારવાળી મુકવા માટે પણ પ્લાસ્ટીક એલ્યુમિનિયમ કે સ્ટીલની કોઈપણ જાતની ડબીનો ઉપયોગ કરવો નહિ. માળા કઈ રીતે ગણશો?
શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ ઉપર બતાવ્યા મુજબ વિશિષ્ટ માળાથી કરવામાં પણ એક બહુ મહત્વની વાત જાણવી જરૂરી છે. તે એ છે કે માળા કઈ રીતે રાખવી? અને કઈ રીતે મણકા ફેરવવા?”
[૧૦૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org