________________
શકિતનો વિકાસ- અધખુલી મુકીરૂપે ચાર આંગળીઓ વાળી, તર્જનીના વચલા વેઢા ઉપર માળા રાખી- અંગૂઠાના પહેલા ટેરવાથી (નખ ન અડે તે રીતે)- મણકા ફેરવવા દ્વારા થાય છે.”
આ પ્રમાણે શાસ્ત્રીય જાપની મર્યાદાના અંગ તરીકે અંગૂઠથી નિયત રૂપે જાપ અતિ મહત્વની વસ્તુ છે, તે ધ્યાનમાં રાખી શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ સહુએ કરવો ઘટે. વળી, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે :
“શ્રી નમસ્કાર મહામંત્રના જાપમાં લેવાતી માળા વિશિષ્ટ કોટિના માંત્રિક સંસ્કારોવાળી જોઈએ”
અર્થાત જે રીતે કારીગરને ત્યાં ઘડાઈને તૈયાર થયેલ પ્રભુમુર્તિમાં વિશિષ્ટ પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિની સામગ્રી ચોક્કસ વિધિ-વિધાન દ્વારા અધિકારી પુરુષોના વરદ હસ્તે અંજનશલાકાના બળે અત્યુત્તમ ભાવનુ સંચારણ થવા રૂપ પ્રાણપ્રતિષ્ઠાદિ સંસ્કારોની અપેક્ષા રહે છે.
તથા આવા માંત્રિક સંસ્કારોના બળે જ મૂર્તિ પ્રભુસ્વરૂપ બની દર્શનવંદન-પૂજાદિને યોગ્ય બને છે, અને પ્રશસ્ત-ભાવોલ્લાસ-નિર્જરાદિનું અંગ બને છે. તેમજ અપ્રશસ્ત-અશુચી વાતાવરણ કે મહત્વની આશાતના દ્વારા તે સંસ્કારોની અસરમાં પરિવર્તન થવાથી પુનઃઅઢાર અભિષેક આદિકરાવવા પડે છે. તથા ખંડિત મૂર્તિઓને ભૂગર્ભ કે જળાશયમાં પધરાવતાં પહેલાં માંત્રિક સંસ્કારોથી સંચારિત પ્રાણતત્વનું વિસર્જન વિશિષ્ટ રીતે માંત્રિક રીતે કરવું પડે છે.
તે મુજબ શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ જે માળા દ્વારા કરી પ્રબળ મોહના સંસ્કારોના અપસર્પણ કરવારૂપ મહત્વનું કાર્ય સાધવું છે. તે માળાના પણ માંત્રિક સંસ્કારોની અપેક્ષા સાધનાના માર્ગે વિહરતા મુમુક્ષુઓ માટે અત્યંત જરૂરી છે.
ગમે તેવી માળા બજારમાંથી લાવી ગણવા માટે ઉપયોગમાં લેવી ઠીક નથી.
[૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org