________________
(
શ્રી નમસ્કાર મહામંત્રના જાપ અને
જ જરૂરી માહિતી
કોઈપણ ક્રિયાનું સંપૂર્ણ ફળ મેળવવું હોય તો વિધિપૂર્વક આરાધના જરૂરી છે. ખેડૂત જો વિધિપૂર્વક વાવવા આદિની ક્રિયા કરે છે, તો જ ધાન્યરૂપી ફળ પ્રાપ્ત કરી શકે છે, તે માટે શ્રી નમસ્કાર મહામંત્રનાજાપની સફળતા માટે શ્રી નમસ્કાર મહામંત્રના જાપની વિધિસંક્ષિપ્ત સ્વરૂપે પણ સમજી લેવી જરૂરી છે, તેથી નીચેનું લખાણ ધ્યાન પૂર્વક વાંચી અમલમાં મુકવા પ્રયત્ન કરવો હિતાવહ છે. જાપ કરનારાઓએ નીચેની પાંચ બાબતો લક્ષ્યમાં લેવી.
નિશ્ચિત સમય * નિશ્ચિત આસન ને નિશ્ચિત દિશા * નિશ્ચિત માળા
* નિશ્ચિત સંખ્યા ખાસ આગાઢ કારણ વિના આ પાંચ બાબતોમાં વારંવાર ફેરફાર ના કરવો. આ સંબંધી માંત્રિક રહસ્યવેત્તાપૂ.આ. શ્રી મલ્લિષેણસૂરીશ્વરજી મ. ફરમાવે
વિઝાન-મુદ્રા-હડસન-પત્તવાનાં;, भेदं परिज्ञाय जपेत् स मन्त्री । न चान्यथा सिध्यति तस्य मन्त्रं, कुर्वन् स तिष्ठतु जाप्य-होमम् ॥
(મૈરવ-પદ્માવતી પર. રૂ ૫.૪) ભાવાર્થ-મંત્રની સાધના કરનારે દિશા-કાલ-મુદ્રા-આસન અને પલ્લવો (મંત્રની આદી અંત કે મધ્યમાં આવતા બીજાક્ષરો) ના ભેદ-વ્યવસ્થાને જાણીને જાપ કરવો જોઈએ, અન્યથા મંત્રને જપતો રહે કે હોમ કરતો રહે, પણ મંત્ર સિદ્ધ ન થાય.
[]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org