________________
કરવામાં આવેતો -
રોજના ફક્ત પાંચ જ મિનિટના જાપમાં નિયત આસન અને નિયત સમયનું બળ મળવાથી ત્યાંના વાતાવરણમાં જાપના અક્ષરોના આંદોલનનું એવું વિદ્યુત બળ પેદા થઈ સ્થાયી રૂપે બન્યું રહે છે કે -
ભયંકર બદમાશી, લૂંટફાટ અને ચારસોવીશને છાજે તેવા કુકર્મને કરનારાને ગમે તેવી લાલચ આપીને આસન ઉપર બેસાડવામાં આવે તો સમય-સંખ્યા અને આસનની નિયતતા જળવાયાથી બંધાયેલ વાતાવરણ તે ગૂંડાના માનસ પર એવો પ્રભાવ પાડશે કે - '
તે ગમે તે કોમ કે ધર્મનો હશે, છતાં આપોઆપ વગર પ્રેરણાએ આપણે જેનો જાપ બાર વર્ષ સુધી કર્યો હશે તે જ જાપ તે ગૂંડાના મુખમાંથી નિકળવા માંડશે!
આ છે આધુનિક વૈજ્ઞાનિક સત્ય! આ છે સ્થાન સમય અને સંખ્યાની ચોકસાઈ જાળવવાનો મહિમા ! આ છે શબ્દશક્તિના વિદ્યુત તરંગોનો અનુભવ !!!
માટે મોક્ષે ગયેલ અનન્તાનંત પુણ્યાત્માઓના વિશુદ્ધ આત્મબળના વાહકરૂપે દિવ્ય-શક્તિ નિધાન અને અનાદિસિદ્ધ શ્રી નવકાર મહામંત્રના અડસઠ વર્ણીનો જાપ સમય, સ્થાન, સંખ્યા, માળા અને દિશાની નિયમિતતા, વ્યવસ્થા અને મર્યાદાને જાળવવા પૂર્વક કરી અખૂટ આત્મશક્તિઓના સ્ત્રોતને વહેતો કરવાનું કામ* હસ્તામલકની જેમ ગુરુગમથી સહેલું કરવાની આરાધકોની પવિત્ર ફરજ છે.૧
* હાથમાં રહેલું આમળું બીલકુલ નજીક હોવાથી લેવામાં સહેલું પડે છે.
૧ જાપશક્તિનો અનુભવ કરવા માટે નિશ્ચિત સ્થાનાદિ કેવું સુંદર પરીણામ આપે છે તે પ્રયોગાત્મક રીતે જણાવી સાધકની પ્રતિતિ જન્ય શ્રદ્ધાને મજબૂત બનાવે છે. શ્રી નમસ્કાર મહામંત્રનો નિશ્ચિત- સમય - સ્થાન - સંખ્યા -માળા -દીશાની માહીતિ માટે હવે પછીનું અનંતર પ્રકરણ (નં. ૨૫) વાંચો.
Tes1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org