________________
આ રીતે સામાન્ય મંત્ર માટે જરૂરી બંધારણની વાત ઉપરથી મહામંત્ર અને મંત્રાધિરાજ તરીકે જગજાહેર શ્રી નમસ્કાર મહામંત્ર માટે વ્યવસ્થિત આસન-કાળ-દિશા આદિના વિવેકની અત્યંત જરૂરિયાત સ્પષ્ટ સમજાય છે. નિશ્ચિત સમય -
શ્રી નવકાર મંત્ર ક્યા સમયે ગણવો?
શ્રી નવકાર મહામંત્રના જાપથી આત્મશક્તિની ખીલવણી માટે સવારબપોર-અને સાંજની ત્રણ સંધ્યાનો સમય અત્યંત શ્રેષ્ઠ છે.
શ્રી નવકાર મહામંત્રનો જાપ વિખરાઈ ગયેલ અલૌકિક સ્વરૂપનું અનુસંધાન કરવા માટે જરૂરી પંચપરમેષ્ઠી ભગવંતોના અપૂર્વ તાદાભ્યને પ્રાપ્ત કરવારૂપ હોય છે.
તે શબ્દમાંથી ફલિત થતી સંધિકાળની અપૂર્વ શક્તિનો લાભ મેળવવા સંધ્યાના સમય તરીકે નિયત સમય સવારના ૬, બપોરના ૧૨, અને સાંજના ૬ ની આગળ-પાછળ ૨૪-૨૪ મિનિટ સુધી હોય છે, એટલે બને ત્યાં સુધીતો ૬-૧ર-૬ નો જ સમય નક્કી રાખવો ઘટે તે કદાચ ન સધાય તો ૨૪-૨૪ મિનિટ આગળ પાછળની છે, તેમાંથી નિયત કરવો.
ત્રણે સંધ્યાએ એટલે કે સૌથી શ્રેષ્ઠ ૬ વાગે, બપોરે ૧૨ વાગે અને સાંજે ૬ વાગે જ્ઞાની ભગવંતો એ નિર્દેશ્યો છે, જાપનો સમય સવારે અનુકૂળ ન આવે તેમણે નીચેની વાત ધ્યાનમાં લેવી: * શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ સવારે બ્રાહ્મમુહુર્ત (રાત્રિની પાછલી
ચાર ઘડી) અર્થાત્ સવારે ૪ વાગ્યાથી સૂર્યોદય સુધીના શ્રેષ્ઠ સમયમાં કરવો જોઈએ. છેવટે સૂર્યોદયથી એક કલાક સુધી મધ્યમ અને સવારના ૧૦ વાગ્યા સુધીનો સામાન્ય સમય ગણીને તે સમયો જાપ
માટે અનુભવીઓએ નિયત કર્યો છે. જ દિવસના ૧૦ વાગ્યાથી સૂર્યાસ્ત પછી રાા ઘડી (૧ કલાક) સુધીનો
સમય સામાન્ય રીતે જાપ માટે યોગ્ય નથી આથી નિષિદ્ધ છે.
આ વાત વિશિષ્ટ, વ્યવસ્થિત અને ધોરણસરના જાપ માટે જાણી, પણ ચાલુ દૈનિક સ્મરણ અગર ૧ લક્ષાદિ જાપના અનુષ્ઠાન તથા
[૯૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org