________________
હોય એ રીતે .....મો....રિ..હં.તા............ છુટું છુટું વાંચવું
ધીમે ધીમે અભ્યાસ પાડયા પછી ઉતાવળથી વાંચતાં પણ ઉચ્ચારણ અને દ્રષ્ટિનો ઉપયોગ સાથે રહશે.
આ રીતે વાંચીને જાપનો અભ્યાસ ચાલુ રહેતાં સામાન્ય રીતે ત્રણ થી છ મહિનામાં અક્ષરો આંખો બંધ કરીને પણ દેખાવા માંડશે.
ઉપરની રીત મુજબ નિયમિત કરવા ઉપરાંત આંખો બંધ કરીને અક્ષર નજર સમક્ષ લાવવા બીજા પ્રયોગો પણ છે.
* આખો બંધ કરીને સામે કાળા રંગનું પાટીયું ધારવું, પછી હાથમાં ચાકનો કકડો લઈ તેના ઉપર મો એમ ધારણાથી લખવું. તે લખેલ દેખાય એવો પ્રયત્ન કરવો.
નદેખાય તો ફરી-ફરીને પ્રયત્ન ચાલુ રાખવો. તે પછી “રિહંતા” લખવું. ફરી-ફરીના પ્રયત્નથી તે પણ દેખાશે. આ રીતે નવે પદ માટે પ્રયત્ન કરવો. દરરોજ પંદર મિનિટ આ રીતે અક્ષરો જોવા માટે પ્રયત્ન કરવો.
પહેલી રીત પ્રમાણેનો જાપ ચાલુ રાખવો.
* આંખો બંધ કરીને સફેદ હીરાનો ઢગલો ધારવો પછી ધારણાથી તેમાંથી હીરા લઈ બનાવવો. એ રીતે બધા અક્ષરો ધારણાથી બનાવવા આથી બધા અક્ષરો હીરા જેવા ચળકતા દેખાશે. આમાં પણ પહેલી રીતનો જાપ ચાલુ રાખવો.
અક્ષરો દરેકના સ્પષ્ટ દેખાવા શરૂ થયા પછી બીજી આગળની રીતો વધુ અનુકૂળ પડે છે. અક્ષર ન દેખાય તો પણ આગળની રીતો જાપ માટે ઉપયોગી છે. પરંતુ અક્ષરો દેખાવવાનું શરૂ થયા પછી આરાધનામાં ઝડપી વિકાસ થાય છે. સોપાન ચોથું
શ્રી તીર્થંકર દેવની પ્રતિમા પણ આંખો બંધ કરીને જોઈ શકાય તે માટે પણ પ્રયત્ન કરવો અને આ પ્રક્રિયા શીખવા માટે શ્રી શંખેશ્વરજી જેવા તીર્થ-સ્થળમાં જઈ અઠ્ઠમ અથવા ત્રણ આયંબીલ કરી પ્રતિમાજી બંધ આંખે નજર સમક્ષ આવી શકે એ માટે પ્રયત્ન કરવો.
[ ૮૦].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org