SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ પી. એન. દોશી વીમેન્સ કૉલેજ ઑફ આર્ટુગ્ન સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની. શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ. સા.ના વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી ‘સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ’ મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્રકેસરી, પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર'ની સ્થાપના કરી છે. સેન્ટરના ઉદ્દેશ આ પ્રમાણે છે. * જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. પ્રાચીન-મધ્યકાલીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. * જૈનધર્મને કેન્દ્રમાં રાખી. માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. * જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવી. વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. ધર્મ અને સંસ્કારના વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું નું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ, નિબંધવાચન (Paper Reading), લિપિવાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાચન. જૈન ધર્મ પર સંશોધન M.A, Ph.D., M.Phil. કરનારા જિજ્ઞાસુ, શ્રાવક, સંતસતીજીઓને સહયોગ, સુવિધા અને માર્ગદર્શન પૂરાં પાડવાં. અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. * જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પસ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર ‘વેબસાઇટ', દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિષયક માહિતીનો પ્રચાર કરવો. આપના સહયોગની અપેક્ષા સાથે. ટ્રસ્ટી : માનદ્ સંયોજક : નવનીતભાઈ શેઠ ગુણવંત બરવાળિયા સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, S.P.R.J. કન્યાશાળા ટ્રસ્ટ, કારુ કોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. Jain Education International For Private & Personal Use Only બાકી ધામ ધાબાજી www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy