SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકૃત કરીને ગદ્યને સરળ અને રસાળ બનાવ્યું છે. ધર્મપ્રેમીને જો આ ગ્રંથના ઉપદેશમાં રસ પડશે તો સાહિત્યપ્રેમીને એ ઉપદેશને ભાવક સુધી પહોંચાડતા ગદ્યમાં પણ એટલો જ રસ પડશે એ નિઃશંક છે. આ બાલાવબોધ દ્વારા મધ્યકાલીન ગુજરાતી ભાષાનું કેવડું મોટું શબ્દભંડોળ અહીં ઉપલબ્ધ બને છે! આજથી પોણા છસો વર્ષ પહેલાં રચાયેલા આ ગ્રંથમાં તત્કાલીન ગુજરાતી ગદ્યનું સાહજિક સ્વરૂપ જોવા મળે છે એ રીતે એનું દસ્તાવેજી મૂલ્ય પણ છે. છ સૈકા પૂર્વે થયેલા અને મધ્યકાળના “બાલાવબોધ' જેવા ગદ્યસાહિત્યસર્જનમાં પોતાનો પ્રભાવ પાડી જનારા આ કવિની અદ્યાવિપર્યત અપ્રકાશિત રહેલી આ કૃતિ પ્રગટ થતાં મધ્યકાળના પ્રકાશિત ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરણ બની રહેશે. ૬. પ્રતપરિચય અને પાઠસંપાદન પ્રાપ્ય પ્રતોઃ જૈન સાધુકવિ શ્રી સોમસુંદરસૂરિકૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ' (રચના સંવત ૧૪૮૫)ની સાત હસ્તપ્રતો જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧ (બીજી આવૃત્તિ)માં નોંધાયેલી છે. આ સિવાય પણ આ કૃતિની લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ), પાટણ, કોડાય વગેરેના ભંડારોમાં અન્ય હસ્તપ્રતો ઉપલબ્ધ છે. આ પ્રતોમાંથી લેખન સંવત વિનાની, ઘણા મોડા લેખન સંવતવાળી, અપૂર્ણ કે જીર્ણ પ્રતોને છોડી દઈને, વહેલાં લેખનવર્ષ ધરાવતી અને સંપૂર્ણ એવી ત્રણ પ્રતોને કૃતિના પાઠસંપાદન અને પાઠાંતરો માટે અહીં પસંદ કરવામાં આવી છે. આ ત્રણ હસ્તપ્રતો આ પ્રમાણે છે: (૧) લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદની (ક. રજિ. ૮૫૮/૨૨૦૧૪૩ વાળી) પ્રત. (૨) કોડાય ભંડારની (જ. ૧૪૭/૧૬૭૦ વાળી) પ્રત. (૩) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની (જ. ૧૬૩૪૬/ડા. ૩૪૧ વાળી) પ્રત. (આ પ્રત “જે. ગૂ. ક.માં હાલા ભંડારની પ્રત તરીકે દર્શાવાઈ છે. પણ હવે તે પાટણના ભંડારમાં સમાવિષ્ટ છે.) આ ત્રણ હસ્તપ્રતોને અહીં અનુક્રમે ક, ખ, ગ હસ્તપ્રત તરીકે નામાંકિત કરવામાં આવી છે. ક હસ્તપ્રત (લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ)ને “ઉપદેશમાલા બાલાવબોધ'ની મુખ્ય વાચના માટે સ્વીકારી છે. જ્યારે ખ પ્રત (કોડાય ભંડાર) અને ગ પ્રત (શ્રી હે. છે. જ્ઞાનમંદિર, પાટણ)માંથી પાઠાંતરો નોંધવામાં આવ્યાં છે. ક પ્રતને વાચના માટે સ્વીકારવાનું મુખ્ય કારણ એ છે કે કૃતિની ઉપલબ્ધ ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy