________________
કોઈ મૂર્ણ ખીલો, દોરડું, મોરંગી, ગળે બાંધવાની ઘંટડી – એવાં ઢોરને યોગ્ય સાધનો વસાવે, પણ ઘેર ઢોર જ ન હોય તો બધું નિરર્થક. તેમ સાધુ વસ્ત્ર, પાત્ર, ડાંડો, દડાસન આદિ ઉપકરણો એકઠાં કરી જો જયણા જ ન કરે તો બધું નિરર્થક. (ગાથા ૪૪૬)
જેમ બળી ચૂકેલી લાખ ને ભાંગેલો શંખ કામમાં રહેતાં નથી તેમ પ્રમાદી દીક્ષિત જીવન નકામું છે. (ગાથા ૪૮૯)
ઉપરની કેટલીક ગાથાઓમાં રજૂ થયેલાં દચંતો અને એની સાથે ગૂંથાયેલાં ઉપમા-રૂપકાદિ અલંકારો ઉપરાંત ક્યારેક કવિ રોજિંદા જીવનવ્યવહારમાંથી પણ ઉપમાનો ખોળી લાવે છે. જુઓ:
ગાંધીને ત્યાંથી વસાણું પણ રોકડ નાણાંથી જ મેળવાય છે, એમ આવતા ભવનાં લબ્ધિ-સુખ આ ભવમાં કરેલી ધમરાધનાથી જ મેળવાય. (ગાથી ર૯૨)
માણસ કામવાસનાજનિત દુઃખને પણ સુખ માને છે, જેમ ખરજવાને ખંજવાળતો માણસ એના દુઃખને સુખ માને છે. (ગાથા ૨૧૨)
જેમ વૈદ્ય કોઈ વાયવિકારના દર્દીને સૂંઠ-પીપળનું વાયુનાશક ઔષધ ઘસીને પિવડાવે તેમતેમ રોગના પ્રબળપણાને લીધે પેલા રોગીનું પેટ વાયુથી ભરાઈ જાય તેમ વીતરાગરૂપી આપ્તવૈદ્ય કર્મરૂપી રોગના નાશ માટે સિદ્ધાંતમદ રૂપી ઔષધ પિવડાવે તોપણ ગાઢા બહુકર્મી પાપી સંસારી જીવરૂપી રોગીનાં ચિત્તરૂપી પેટ પાપરૂપી વાયુથી ભરાઈ જાય છે. ગાથા ૪૮૮)
- કમળપત્રોને એક ઉપર એક મૂકી તીક્ષ્ણ સોયથી તત્કાલ વીંધવામાં આવે પણ હકીકતે તે પત્ર એક પછી એક ક્રમશઃ ભેદાય છે, તથા કોઈ પુરુષ જૂનું વસ્ત્ર તત્કાલ હાથથી ફાડે છે પણ હકીકતે એક તાંતણા પછી બીજો તાંતણો તૂટતો હોય છે. તે રીતે સમય સૂક્ષ્મ છે અને એવા અસંખ્યતાના સમયમાં કર્મબંધ બંધાય છે. (ગાથા ૨૪)
ગાથા ૨૪ના બાલાવબોધમાંની આ બન્ને કલ્પના બાલાવબોધકારની મૌલિક છે, મૂળ ગાથામાં નથી.)
જેમ વાઘણ પોતાના બાળકને ભદ્ર અને સૌમ્ય જ માને છે, પણ એમ ન જાણે કે એ મોટા હાથીઓનો પણ વિનાશક છે. (ગાથા ૮)
આમ જોઈ શકાશે કે આખાયે ગ્રંથનો વિષય વૈરાગ્યપ્રેરક ઉપદેશનો. ધર્મગ્રંથ તરીકે એની ઉપયોગિતા ઘણીબધી છતાં એક સાહિત્યકતિ તરીકે આખોયે ગ્રંથ નીરસ અને શુષ્ક બની જવાનું મોટું ભયસ્થાન. પણ જાણે કવિ આ ઉપદેશ તત્ત્વ હૃદયસ્પર્શી બનાવવાનો પડકાર ઝીલતા હોય એમ એમણે કથાઓ અને દાંતોને સાંકળી લઈને, ઠેરઠેર ઔચિત્યપૂર્ણ, ચોટદાર અને માર્મિક એવાં ઉપમા-રૂપકાદિથી
२४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org