________________
સાધુમહાત્માઓ, ભરતેશ્વર ચક્રવર્તી, સનસ્કુમાર ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા ચક્રવર્તીઓ, મૃગાવતી, સુકુમાલિકા જેવી સતી સ્ત્રીઓ, શાલિભદ્ર અને ધન્ના જેવા શ્રેષ્ઠીઓ, ચંદ્રાવતંસક, પ્રદેશી, શ્રેણિક, પર્વતક, દશાર્ણય કૃષ્ણ જેવા રાજાઓ, ચાણક્ય જેવા મંત્રી આદિ કેન્દ્રમાં છે.
તે ઉપરાંત મહાવીરસ્વામીના મરીચિભવની કથા, મુગલો, માસાહસ પંખી, ગિરિશુક-પુષ્પશુક એ બે પોપટ જેવાં પશુ-પંખીની, નાપિત અને ત્રિદંડની, ભીલની, ધૂર્ત બ્રાહ્મણની, દરાંકદેવ આદિની દઝંતકથાઓ કહેવાઈ છે. ધર્મબીજ વાવતા ચાર પ્રકારના ખેડૂતોની કથા રૂપકકથા બની છે, તો માસાહસ પંખીની કથા માર્મિક વિનોદકથા બની છે. દરેક દેવની કથા કર્મસિદ્ધાંત પર આધારિત સમસ્યાના તત્ત્વવાળી છે, તો કાલસુરિયા ખાટકીના પુત્ર સુલસની કથા નાટ્યાત્મક અંશોથી યુક્ત છે. તે ઉપરાંત જેમની અલગ કથા રજૂ થઈ નથી પણ કોઈ વિષયને સંદર્ભે જેમનાં દૃષ્યતો યંકવામાં આવ્યાં છે તેમાં 28ષભદેવ, મહાવીરસ્વામી, અભયકુમાર, અર્ણિકાપુત્ર, કરકંડુ, ગોશાલો, ગૌતમસ્વામી, ચંદનબાળા, પૂરણશ્રેષ્ઠી, મરુદેવી, વસુદેવ, યદુનંદન કૃષ્ણ વગેરે ચરિત્રોનો સમાવેશ થાય છે. આવાં ૧૫ જેટલાં દૃષ્યતો અહીં નિર્દિષ્ટ થયાં છે.
બાલાવબોધકાર સોમસુંદરસૂરિની સર્જકતા અને ગદ્યશૈલીનું સાચું પ્રતિબિંબ આવી દચંતકથાઓમાં પડે છે. ગદ્યશૈલીની દષ્ટિએ આ દૃષ્ટાંતકથાઓ વિશેષ અભ્યાસનો વિષય બને એમ છે. આ દૃશ્ચંતકથાઓ વાચકના કથારસને પોષે છે અને ધર્મોપદેશ જેવા વિષયની શુષ્કતાને હળવી કરવામાં સહાયક બને છે. વિશેષ માહિતી માટે જુઓ પરિશિષ્ટ-૧ : “શ્રી સોમસુંદરસૂરિરચિત “ઉપદેશમાલા બાલાવબોધ' અંતર્ગત દઝંતકથાઓ') ઉપદેશમાલા બાલાવબોધમાં સુભાષિતો
આ બાલાવબોધમાં શ્રી સોમસુંદરસૂરિએ અવાંતરે કુલ ૫૭ સુભાષિતો મૂક્યાં છે. જેમાં ૨૯ સુભાષિતો સંસ્કૃતમાં અને ૨૮ સુભાષિતો પ્રાકૃત ભાષામાં છે. થત ઉક્તમ્ કે ઉક્ત ચ” કહીને બોલાવબોધકાર સુભાષિત યંકે છે. ઘણુંખરું તો જે વિષય નિરૂપાયો હોય તેની સાથે સંબદ્ધ આ સુભાષિત હોય છે. આ સુભાષિતો સ્વરચિત ન હોતાં અન્યત્રથી પ્રક્ષિપ્ત કર્યા હોવાનો સંભવ વિશેષ જણાય છે. કેમકે આમાંના કેટલાક સુભાષિત-શ્લોકના સંદર્ભો સોમસુંદરસૂરિએ આપ્યા છે. જેવા કે ઉત્તરાધ્યાયનસૂત્ર કે દશવૈકાલિક સૂત્ર કે ઉમાસ્વામીના સિદ્ધાંતમાંથી લીધેલાં હોવાનો એમણે નિર્દેશ કર્યો છે. પણ આવા સંદર્ભ-નિર્દેશો બહુ ઓછા સુભાષિતોના અપાયા છે. ર૭મી ગાથાના બાલાવબોધ-અંતર્ગત આવતી બે પદ્યકડીઓ સુખદુઃખનાં પલ્યોપમના અંક દર્શાવનારી છે. ૨૨૭મી ગાથાના બાલાવબોધમાં જે બે સંસ્કૃત
૨9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org