________________
છે. એ મોક્ષ શાસ્ત્રગમ્ય અને શ્રદ્ધાગમ્ય છે, આંખ દ્વારા બતાવી શકાય તેવો તે પદાર્થ નથી પરંતુ તે આત્મરૂપ હોવાથી અનુભવમાં આવે છે.
જીવ માત્ર જીવવા ઇચ્છે છે, અર્થાત્ આત્મા ઇચ્છે છે, તે ઇચ્છા પણ સુખની છે, અને એટલે સર્વ કર્મથી મુક્ત એવી દશા છે. પરંતુ અજ્ઞાનવશ જીવમાં સુખની વ્યાખ્યા બદલાઈ જાય છે. તેથી જીવને સંસારનું ભ્રમણ કરવું પડે છે.
પરમાત્મસ્વરૂપે પ્રગટ થતાં જીવનું જ્ઞાન અને સ્વરૂપ-અનુભવ અભેદ થાય છે. સ્વરૂપરમણતા એ જીવનું પરમાત્મસ્વરૂપ છે. તેમનો વાસ સિદ્ધશીલા પર આદિ અનંતકાળ સુધી છે.
સંસારી જીવ દેહભાવથી સંસારી છે, મોહવશતાથી મોહ સંસારી છે અને પરિગ્રહાનંદી હોવાની પરિગ્રહસંસારી છે.
સંસારી જીવમાં આ ત્રણે સંસારભાવ હોય છે.
સાધકમાં હજી દેહભાવ અને મોહભાવનો અંશ છે તેથી તે દેહ અને મોહ સંસારી છે.
પરમાત્માને નથી દેહ કે નથી મોહ, તેથી તે એકે પ્રકારે સંસારી નથી.
વાસ્તવમાં જીવે આવું સંસારના ભેદ રહિત જીવન પામવાનું છે. ચારિત્રમોહનીય કર્મથી મૂંઝાયેલા જીવને સઘળાં કર્મની વળગણા વળગે છે, જ્યાં સુધી જીવ કર્મથી પ્રભાવિત થાય છે ત્યાં સુધી સંસાર છે. જીવનું જ્ઞાનસામર્થ્ય તો પૂર્ણ છે, તે વીતરાગભાવની સંપૂર્ણતા સાથે પ્રગટ થાય છે. ત્યારે કર્મના નિમિત્ત સંબંધોથી જીવ મુક્ત થઈ જાય છે.
ચાર ઘાતીકર્મનો નાશ થવાથી જીવને કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે દ્રવ્યમોક્ષ પ્રગટ થઈ જાય છે. ચાર અઘાતી કર્મ નાશ પામતા જીવ પૂર્ણપણે કર્મરહિત થતાં ભાવમોક્ષને પામે છે. વાસ્તવમાં પોતાના સંપૂર્ણ વીતરાગ ભાવથી જીવ મોક્ષ પામે છે.
મોક્ષની પ્રાપ્તિ સ્વ અને સત્પુરુષાર્થ વડે થાય છે. તેનું મૂળ સાધન સમ્યગ્દર્શન છે. તે સાધનની પ્રાપ્તિ મહાપુણ્યોદયે થાય છે. તે સમયે દેવગુરુ આદિના યોગ નિમિત્ત બને છે.
અધ્યાય : ૧૦ - તત્ત્વદોષન ૪ ૩૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org